News of Wednesday, 11th March 2026
રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગ ઝરતી ગરમીને કારણે રેડ એલર્ટ જાહેર
રાજ્યના 10 જિલ્લાઓમાં કાળઝાળ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે સાત જિલ્લાઓમાં યેલો એલર્ટ

અમદાવાદ :રાજ્યમાં અત્યંત ભયાનક ગરમીના રાઉન્ડ માટે લોકો તૈયાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગ ઝરતી ગરમીને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 10 જિલ્લાઓમાં કાળઝાળ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સાત જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર થયું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ગરમીનો ખતરનાક રાઉન્ડ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તાપમાન 41 ડિગ્રીથી ઉપર પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં લોકોને તાપથી બચવા જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
