<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

અમદાવાદના લાલદરવાજા બસ રેપિડ ટ્રાન્ઝિટ માર્ગ પાસે રસ્તા પરનું ડામર પીગળવા લાગ્યું !!

ગરમી વધતા રસ્તા પરનું ડામર નરમ પડી જતા વાહનોના ટાયર પર ચોંટી રહ્યું છે

અમદાવાદ : અમદાવાદમાં ગરમીની શરૂઆત થતાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે. લાલદરવાજા બસ રેપિડ ટ્રાન્ઝિટ માર્ગ પાસે રસ્તા પરનું ડામર પીગળવા લાગ્યું હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ રસ્તાનું નિર્માણ માત્ર 2 મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું. ગરમી વધતા રસ્તા પરનું ડામર નરમ પડી જતા વાહનોના ટાયર પર ચોંટી રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને લઈને રસ્તા નિર્માણની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે અને લાખો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓમાં યોગ્ય ગુણવત્તાનું ધ્યાન કેમ રાખવામાં આવતું નથી તે અંગે ચર્ચા શરૂ થઈ છે.

 

(7:10 PM IST)