<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

સિંગતેલ નવા ડબ્બાના ભાવ રૂપિયા 2850 : ખાદ્યતેલ બજારમાં એકંદરે ભાવો ટકેલુ વલણ

15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2500, મકાઈતેલ 15 લીટરમાં રૂપિયા 2150, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 720થી રૂપિયા 750 રેન્જમાં

અમદાવાદ ખાતે ખાદ્યતેલ બજારમાં એકંદરે ભાવો ટકેલુ વલણ જોવા મળ્યું હતું. સિંગતેલ, કપાસીયા તેલ સહિત વિવિધ તેલમાં ભાવમાં ટકેલું વલણ જોવા મળ્યું હતું.

અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2350, ઊંચામાં રૂપિયા 2500 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2500 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2150 રહ્યો હતો.

અમદાવાદ ખાતે 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના ભાવ રૂપિયા 2850 અને 3000 વચ્ચે રહ્યા હતા. જ્યારે સિંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2700 રહ્યા હતા.

15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2500, મકાઈતેલ 15 લીટરમાં રૂપિયા 2150, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 720થી રૂપિયા 750 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 900થી રૂપિયા 910 વચ્ચે કામકાજ ધરાવતા હતા.

અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2200, કોપરેટ રૂપિયા 5100, સરસીયુ મોળું રૂપિયા 2400 અને સરસીયુ તીખુ રૂપિયા 2550 રહ્યા હતા.

(12:48 AM IST)