તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
News of Thursday, 12th March 2026
શનિ- રવિ, મુખ્ય પોલીસ વડા દ્વારા સાઉથ ગુજરાતની સુરતમાં રિજિયોનલ કોન્ફરન્સ
સાઉથ ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડત મજબૂત બનાવવા સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટ મુખ્ય પોલીસ વડા હસ્તે કાર્યરત થશે નો ડ્રગ્સ ઈન સુરત, નો વોન્ટેડ ઇન સુરત જેવા સીપીના અભિયાન અને સાઉથ ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ રેન્જ વડાની રણનીતિ વિગેરે બાબતે મનોમંથન અનુપમસિંહ ગેહલોત ટીમ અને રેન્જ વડા પ્રેમવીરસિંહ ટીમ લેટેસ્ટ અપડેટ તૈયાર કરવા કાર્યરતઃ લાજપોર જેલની મુલાકાત પણ પોલીસ મહાનિર્દેશ લેશે તેવી સૂચનાથી જેલ તંત્ર સાવધાન મુદ્રામાં

રાજકોટ તા. ૧૨: વન ડે વન ડિસ્ટ્રિક્ટ, ૧૧૨ ઇમરજન્સી સેવાઓ હાલના સમય કરતા વહેલી મળે, સાયબર ફ્રોડ હેલ્પ લાઈનની સંખ્યા ડબલ કરવા જેવા લોકોના પ્રશ્ન પરત્વે સતત કાર્યરત રહેતા રાજ્યના મુખ્ય પોલીસવડા ડો. કે. એલ એન. રાવ શનિ રવિ ( વહિવટી તંત્રનો સમય બચાવવા રજાના સમયે બેઠક) સાઉથ ઝોનની કોન્ફરન્સ સુરત ખાતે રાખવાનું નક્કી કરતા સમગ્ર આયોજન માટે પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના નેતળત્વ હેઠળ ટીમ કાર્યરત બની છે.
આ કોન્ફરન્સ રિજિયોનલ હોવાથી માત્ર સુરત શહેર જ નહિ, સુરત રેન્જ વડા પ્રેમ વીરસિંહની અંડરમાં આવતા સુરત રૂરલ, વલસાડ ,તાપી, ડાંગ સહિતના એસપીઓ પણ ઉપસ્થિત રહશે. રેન્જ વડાએ તમામ લેટેસ્ટ અપડેટ સાથે ઉપસ્થિત રહેવા આદેશ આપ્યા છે. ડો. ક.ે એલ. એન. રાવ મુખ્ય પોલીસ વડા દરજ્જે અને તેમની પાસે CID ક્રાઈમ અને ગ્રહ મંત્રાલય નીચેની જેલોના તેમની જેલની કાબિલેદાદ કામગીરી અંતર્ગત જેલોનો હવાલો યથાવત રાખેલ છે. ડો.રાવ ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાતભરમાં ઝોનવાયઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ઊભા કરેલ હોય સુરતમાં પણ યુનિટ શરૂ થશે.
તેમની મુલાકાત દરમિયાન લાજપોર જેલ, આર્મ્સ યુનિટ, અને દમણ નજીક હોવાથી વલસાડ સાગર કાંઠા સુરક્ષા સહિતની બાબતોએ મનોમંથન કરનાર છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
