News of Thursday, 12th March 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે ગુજરાતમાં ગેસ સિલિન્ડર માટે ભારે હાલાકી:ઓનલાઇન બુકીંગ ઠપ્પ
અનેક શહેરોમાં ગેસ સિલિન્ડર માટે લાગી કતાર :અમદાવાદમાં 70 હજાર સિલિન્ડરની માંગ હોવા છતાં માત્ર 25 હજાર જ ઉપલબ્ધ:સરકારી સર્વર પણ વધુ ડિમાન્ડને પહોંચી વળવા અસમર્થ:અનેક સ્થળે ઓનલાઇન બુકિંગ વ્યવસ્થા ઠપ:એજન્સીઓ પર લોકોની રઝળપાટ

અમદાવાદ : મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘેરાયેલો ગેસ સંકટ લોકો માટે સમસ્યાનું કારણ બની ગયો છે. મેગા સિટી સહિત અનેક શહેરોમાં ગેસ સિલિન્ડર માટે લાંબા સમય સુધી કતારો લાગ્યા છે. અમદાવાદમાં 70 હજાર સિલિન્ડરની માંગ હોવા છતાં માત્ર 25 હજાર જ ઉપલબ્ધ થઈ શક્યા છે. સરકારી સર્વર પણ વધુ ડિમાન્ડને પહોંચી વળવા અસમર્થ રહી, જેના કારણે અનેક સ્થળે ઓનલાઇન બુકિંગ વ્યવસ્થા ઠપ પડી ગઈ છે.
વડોદરા, અમદાવાદ, કલોલ અને બોટાદમાં લોકો સિલિન્ડર માટે લાંબી લાઈનોમાં ઊભા જોવા મળ્યા છે. સરકારની ખાતરી હોવા છતાં સામાન્ય જનતા અછત અને ભવિષ્યમાં વધારે તંગી પડવાની ચિંતા વ્યક્ત કરી રહી છે. આ પરિસ્થિતિથી ગૃહિણીઓ અને નાના વેપારીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે, જ્યારે શહેરોમાં ગેસ વિતરણનું યથાવત્ અસ્તવ્યસ્ત હાલત છે.
પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોવાની અને અફવાથી નહીં દોરાવવા જેવી અપીલ પણ લોકોની ગેસ સિલિન્ડર અંગેની ચિંતાને હળવી કરી શક્યા નથી, ઓનલાઇન બુકીંગ વ્યસ્થા ખોરવાઈ જતા ઘર ગૃહસ્થી વાળા વધુ ચિંતાતુર બન્યા છે ,
ઓનલાઇન ગેસ સિલિન્ડર બુકીંગ વ્યવસ્થા ઠપ્પ થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, ઓનલાઇન બુકીંગ માટેનો નંબર લાગતો નહીં હોવાથી લોકો વધુ ચિંતામાં મુકાયા છે, અને ગેસ એજન્સી તરફ ફરિયાદો માટે ડોટ લગાવી રહ્યા છે, ગેસ વિતરણ વ્યવસ્થા અંગે એજન્સીઓ પોતાની લાચારી વ્યક્ત કરવા સાથે લોકોના રોષનો સામનો કરી રહી છે
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
