News of Thursday, 12th March 2026
આંતરજ્ઞાતીય લગ્નથી સમાજમાં રોષની લાગણી બાદ પલાયન થયાની ચર્ચા વચ્ચે ગાયિકા કિંજલ રબારીએ કર્યો મોટો ખુલાસો
રબારી સમાજ અને પરિવારમાં રોષની લાગણી:વિવાદ વધતા કિંજલ રબારીએ પોતે જ સામે આવીને સત્ય જાહેર કર્યું

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી હાલમાં સોશિયલ મીડિયા અને સમાજમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામની વતની કિંજલ રબારીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા અને ત્યારબાદ પતિ પર હુમલો થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એવી વાતો વહેતી થઈ હતી કે ગાયિકા કિંજલ રબારી કોઈ યુવક સાથે પલાયન થઈ ગઈ છે. આ ઘટનાને પગલે રબારી સમાજ અને પરિવારમાં રોષની લાગણી જોવા મળી હતી. જોકે, આ વિવાદ વધતા કિંજલ રબારીએ પોતે જ સામે આવીને સત્ય જાહેર કર્યું છે. તેણે સ્પષ્ટતા કરી છે કે તેણે અશોક ચૌધરી નામના યુવક સાથે પોતાની મરજીથી લગ્ન કરી લીધા છે
વાયરલ થયેલી પોસ્ટ અને બદનામીની ચર્ચાઓ વચ્ચે કિંજલ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, "મેં અશોક ચૌધરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે અને તે હવે મારો પતિ છે,મેં મારા પરિવારમાં પણ આ લગ્ન વિશે અગાઉ વાત કરેલી હતી,અમુક ચોક્કસ લોકો મને અને મારા પતિને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે".
અહેવાલો અનુસાર, આ આંતરજ્ઞાતીય લગ્નને કારણે લોકગાયિકાના પતિ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો, જેના પગલે કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની સુરક્ષા અને સચ્ચાઈ રજૂ કરી હતી. બીજી તરફ, પરંપરાગત માન્યતાઓને કારણે સમાજના અમુક વર્ગમાં આ લગ્નને લઈ હજુ પણ ભારે નારાજગી અને 'લાલઘૂમ' રોષ જોવા મળી રહ્યો છે.હાલમાં આ કિસ્સો ઉત્તર ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
