News of Thursday, 12th March 2026
ગુજરાતની મહિલાઓના પ્રશ્નો સાંભળી નિકાલ માટે હાઈ લેવલની બેઠક યોજી
મહિલાઓના દ્વારે રાષ્ટ્રીય મહિલા આયોગ, ૫૦૦ જિલ્લામાં પહોંચી પ્રશ્નો સાંભળવાની રાષ્ટ્રીય મહિલા આયોગની જાહેરાત... ઃ સવારથી સાંજ સુધી રાષ્ટ્રીય મહિલા આયોગ ચેરમેન વડોદરામાં વ્યસ્તઃ લવ જેહાદ મુદ્દે ગુજરાત સરકારના સરાહનીય પગલાઓથી નોડલ ઓફિસર અને CID ક્રાઇમના એડિશનલ ડીજીપી અજય ચોધરીએ ચેરપર્સનને માહિતગાર કર્યા...

રાજકોટ, તા.૧૨ઃ દેશભરમાંથી રાષ્ટ્રીય મહિલા આયોગને બહેનો દ્વારા વિવિધ પ્રકારની ફરિયાદો આવે છે, દરેક મહિલાઓ સ્વાભાવિક રીતે દિલ્હી પહોંચી શકે તેમ ન હોવાથી, આવા મહિલાઓના જિલ્લામાં જવાના ઉંડા નિર્ણય સાથે ૧૦૦ સ્થળ પૂરા કરી, દેશના ૫૦૦ જીલ્લાઓની. મુલાકાત લેવાનું આંતરરાષ્ટ્રીય મહિલા દીવસ અનર્ગત નિર્ણય કરનાર રાષ્ટ્રીય મહિલા આયોગના ચેર પર્સન શ્રીમતિ વિજયા રાહેતકરજી ગુજરાતની મુલાકાતે આવ્યા અને વડોદરામા મહિલાઓના તમામ પ્રશ્નો ે ખૂબ શાંતિથી સાંભળી સ્થળ પરજ ઉપસ્થિત પોલીસ તંત્ર સહિતના વહીવટી તંત્રને તાકીદે નિકાલ કરી મહિલા આયોગને જાણ કરવા સૂચના આપી હતી.
રાષ્ટ્રીય મહિલા આયોગના ચેર પર્સન દ્વારા સવારથી સાંજ સુધી કોઈ સમય બગાડયા વગર આયોજિત કરેલ પ્રોગ્રામમાં સાંજે તમામ પ્રશ્નો અંગે સિનિયર પોલીસ અધિકારીઓ, વહીવટી તંત્ર સાથે રિવ્યૂ બેઠક યોજી પરિણામ લક્ષી કાર્યક્રમનું અપ ટુ ડેટ શેડ્યુલ રાજ્યના CID ક્રાઇમના મહિલા સુરક્ષા સેલના એડિશનલ ડીજીપી અજય ચૌધરીના અનુભવી નેતૃત્વ હેઠળ ગોઠવાયેલ. સૂત્રોના કથન મુજબ લવ જેહાદ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા માતા પિતાની સહમતી જેવા રાજ્ય સરકારના સરાહનીય પગલાંઓ અંગે પણ સિનિયર IPS અજય ચોધરી દ્વારા વિગતો ચેર પર્સનને આપવામાં આવી હતી.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
