News of Thursday, 12th March 2026
રાહુલ ગાંધી હજુ બાળવાટિકામાં છે, કોંગ્રેસનું રિપોર્ટ કાર્ડ હંમેશા ‘ડી' ગ્રેડમાં: મનીષા વકીલ
વિધાનસભા ગૃહમાં રાજકીય વાકયુધ્ધ વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા

અમદાવાદ, તા.૧૨: ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન આજે ગાંધીનગરમાં રાજકીય ગરમાવા સાથે સ્વાસ્થ્ય અને વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. દિવસની શરૂઆત ધારાસભ્યો માટેના ખાસ યોગ સત્રથી થઈ હતી, જ્યારે ગળહમાં રાજકીય વાકયુદ્ધ અને અંદાજપત્રીય ચર્ચાઓ જોવા મળી હતી.
ધારાસભ્યોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા માટે ધારાસભ્ય નિવાસસ્થાન ખાતે એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં હાજર રહેલા ધારાસભ્યોએ યોગ, પ્રાણાયામ અને વિવિધ કસરતો કરી હતી. જોકે, નોંધનીય છે કે વિધાનસભાના કુલ ૧૮૨ ધારાસભ્યો પૈકી આ સત્રમાં હાજરી ઘણી ઓછી જોવા મળી હતી.
વિધાનસભા ગળહમાં ચર્ચા દરમિયાન મંત્રી મનીષાબેન વકીલ એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. કુપોષણના મુદ્દે જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું રિપોર્ટ કાર્ડ હંમેશા ડી ગ્રેડમાં આવે છે. તેમણે રાહુલ ગાંધીને આડકતરી રીતે નિશાન બનાવી કહ્યું કે, તેમના પ્રિન્સિપાલ હજુ બાળવાટિકામાં છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વર્તમાન સરકારમાં પોષણ ટ્રેકર ચાલે છે, જ્યારે કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચારનું ટ્રેકર ચાલતું હતું.
આજના દિવસ દરમિયાન બે મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિભાગોની અંદાજપત્રીય માંગણીઓ પર મતદાન અને ચર્ચા હાથ ધરવામાં આવશે.
આ બેઠકમાં નીચે મુજબના વિભાગોની માંગણીઓ પર ચર્ચા શરૂ થઈ છેઃ શ્રમ અને રોજગાર, પંચાયત અને ગ્રામ વિકાસ, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં મુખ્યત્વે આ વિભાગો પર ચર્ચા થશેઃ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ત્યારબાદ પશુપાલન, સહકાર અને મત્સ્ય ઉદ્યોગ વિભાગની માંગણીઓ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
