News of Friday, 13th March 2026
ગૃહવિભાગ એ ગુજરાતની ઢાલ, ન્યાયતંત્રએ રાજદંડઃ હર્ષ સંઘવી
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો મંત્ર સ્પષ્ટ છે, ‘ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય' શાંત અને સુરક્ષિત રાજ્યમાં દયા અને દાદાગીરી બંને એકસાથે નહીં ચાલે, રાજ્યમાં ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર તો ફરશે જઃ નાયબ મુખ્યમંત્રી : પોક્સો એક્ટ હેઠળ છેલ્લા ચાર વર્ષમાં ૯૦૭ ગુનેગારોને આજીવન કેદ અને ૧૪ નરાધમોને ફાંસીની સજા ફટકારાઇઃ અયોધ્યા રામ મંદિર પર હુમલાનું ષડયંત્ર રચનાર આતંકી સહિત ત્રણ વર્ષમાં ગુજરાત ATS એ અલ-કાયદા અને SKPના ૨૯ ખતરનાક આતંકીઓને દબોચ્યાઃ ગળહ વિભાગ અને કાયદા-ન્યાયતંત્ર વિભાગોની મળી કુલ રૂા. ૧૬,૯૬૭ કરોડની અંદાજપત્રિય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

અમદાવાદ તા.૧૨: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભામાં ગળહ, જેલ, કાયદા અને ન્યાય વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો ધારદાર જવાબ આપતા રાજ્યની સુરક્ષા અને સુશાસન અંગે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વિપક્ષના પાયાવિહોણા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા વિભાગોની સિદ્ધિઓના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિકાસની ઈમારત હંમેશા કાયદો અને વ્યવસ્થાના મજબૂત પાયા પર જ ઊભી રહી શકે છે. આ અંદાજપત્રમાં ગળહ વિભાગ માટે રૂા. 14,265 કરોડ અને કાયદા-ન્યાયતંત્ર માટે રૂા. 2,702 કરોડ મળી કુલ રૂા. 16,967 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ ફાળવણી ગુજરાતના નાગરિકોના નિર્ભય જીવન અને મહિલાઓના સન્માનનો જીવંત દસ્તાવેજ છે. શ્રી સંઘવીએ ઉમેર્યું કે, ‘‘ગળહ વિભાગ એ ગુજરાતની ઢાલ છે, જ્યારે ન્યાયતંત્ર એ રાજદંડ છે.'' શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો મંત્ર સ્પષ્ટ છેઃ ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું કે બીજા તબક્કામાં ટેકનોલોજી અને ઝડપી ન્યાય ણાલી પર ભાર મુકતા Rapid Response, Rescue & Readiness ના પરિણામે ‘ડાયલ 112 જન રક્ષક' પ્રોજેક્ટથી પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર 11 મિનિટ 23 સેકન્ડ થયો છે. Accessible & Accelerated Justice સ્તંભ હેઠળ ફાસ્ટ-ટ્રેક પોક્સો કોર્ટોની સ્થાપના અને લોક અદાલતો દ્વારા ૧ કરોડથી વધુ કેસોના નિકાલ સાથે ન્યાયિક પ્રક્રિયાને વેગ અપાયો છે. Technology-Driven Policing & Tracing ના ભાગરૂપે ‘VISWAS’ પ્રોજેક્ટ અને આધુનિક શષાોથી પોલીસ દળને સજ્જ કરવામાં આવ્યું છે. આમ, આ છ સ્તંભોના સમન્વયથી ગુજરાત દેશનું સુરક્ષા કવચ બની વડાપ્રધાનશ્રીના ‘નવા ભારતના સપના' ને સાકાર કરી રહ્યું છે.દીકરીઓની સુરક્ષા અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દીકરીઓની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં ઝડપી તપાસ અને કડક સજા અપાવવાની દિશામાં ગુજરાત પોલીસે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. વર્ષ 2022 થી 2026 દરમિયાન 286 કેસોમાં માત્ર 15 દિવસની અંદર અને 1,295 કેસોમાં 15 થી 30 દિવસના ટૂંકા ગાળામાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કુલ 1,439 કેસોમાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે, જેમાં 907 અપરાધીઓને આજીવન કેદ અને 14 નરાધમોને ફાંસીની સજા અપાવી ગુજરાત પોલીસ દેશમાં ન્યાયનું ઉત્કળષ્ટ રોલ મોડલ બન્યું છે.
અસમાજિક તત્વો તેમજ ભૂમાફિયાઓ પર‘દાદાનું બુલડોઝર'રૂા.૨,૨૪૬ કરોડની સરકારી જમીન મુક્ત
નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ શાંત અને સુરક્ષિત રાજ્યમાં દયા અને દાદાગીરી બંને એકસાથે નહીં ચાલે. રાજ્યમાં ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર તો ફરશે જ. રાજ્યના માત્ર 6 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, કચ્છ, સોમનાથ, જામનગર, જુનાગઢ અને દાહોદમાં જાન્યુઆરી-2026 સુધીમાં 7,902 ગેરકાયદે સાઇટ્સ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કામગીરી દ્વારા ૧,૮૦૭ હેક્ટર જમીન દબાણમુક્ત કરાઈ છે.
ડ્રગ્સ માફિયાઓની કમર તોડતી ગુજરાત પોલીસ
ગુજરાતમાં નાના બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાના ખોટા આક્ષેપોનો જવાબ આપતા શ્રી સંઘવીએ કહ્યું કે, રાજકીય ટીકાના ઉન્માદમાં ગુજરાતને બદનામ કરવાનું બંધ કરો. સાત વર્ષના બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે તે પ્રકારના નિવેદન વિપક્ષે સમજી વિચારીને આપવું જોઈએ. આ મુદ્દે રાજકારણ કરવું ન જોઈએ તે આપણી સામાજિક જવાબદારી છે. આવી નિવેદનબાજી ગુજરાત રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર છે. અત્યાર સુધીમાં NDPS એક્ટ હેઠળ ઈં ૧૪ હજાર કરોડથી વધુ કિંમતનું ૧ લાખ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં ૪૩૧૬ ડ્રગ્સ માફિયા અને પેડલરોને જેલ ભેગા કરવામા આવ્યા છે. ડ્રગ્સ નેટવર્ક તોડવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના ૬ ઝોન કાર્યરત કરાયા છે.
આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ ATS દ્વારા ૨૯ આતંકીઓની ધરપકડ
ગુજરાત પોલીસે અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્ષ 2023 થી 2026 સુધીમાં ગુજરાત એટીએસ (ATS) એ દેશવિરોધી ષડયંત્રોનો પર્દાફાશ કરી કુલ ૨૯ જેટલા કટ્ટરપંથીઓ અને આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં અલ-કાયદાનું ફંડિંગ નેટવર્ક, પોરબંદર-સુરતનું ISKP મોડ્યુલ અને શ્રીલંકન આતંકીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને, અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનાર આતંકીને હરિયાણાથી જીવતા ગ્રેનેડ સાથે પકડી પાડી ગુજરાત પોલીસે પોતાની એલર્ટનેસ સાબિત કરી છે. આ જ ATS દ્વારા જાન્યુઆરી-૨૦૨૬ માં જૈશ-એ-મોહમ્મદની વિચારધારા ધરાવતા શખ્સની ધરપકડ કરી ટાર્ગેટેડ કિલિંગનું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં પોલીસ પરિવારો માટે એકસાથે ૨૦,૪૦૦થી વધુ નવા આવાસોને મંજૂરી
દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં પોલીસ પરિવારો માટે એકસાથે ૨૦,૪૦૦થી વધુ નવા આવાસોને મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓ માટેના જૂના 1-BHK મકાનોના નિયમને બદલીને હવે સુવિધાયુક્ત 2-BHK ના આવાસો આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં પોલીસ પરિવારોને ૪૫,૦૦૦થી વધુ આવાસો સોંપી દેવાયા છે. હાલ રૂ. ૨,૬૦૪ કરોડના ખર્ચે નવા ૮,૧૦૪ આવાસો તૈયાર થઈ રહ્યા છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
