News of Friday, 13th March 2026
અમદાવાદમાં ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવ: છેલ્લા 15 દિવસમાં ત્રણ કરોડનો દંડ વસૂલાયો
-- હેલ્મેટ ન પહેરનારાઓ પાસેથી તો એક કરોડ કરતાં પણ વધુ દંડ વસૂલવામાં આવ્યો

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. તેના હેઠળ 15 જ દિવસમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમા ખાસ કરીને હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો આ ડ્રાઇવનો ખાસ ભોગ બન્યા હતા
ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગરના વાહનચાલકો પાસેથી રૂ. 1.09 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તેની સાથે-સાથે તેઓને વહેલામાં વહેલી તકે હેલ્મેટ લઈ લેવા અને ન લીધું તો ભવિષ્યમાં ફરીથી દંડ ભરવો પડશે તેવી ચેતવણી પણ આપી હતી. હેલ્મેટ વગરના હજારો વાહનચાલકોને પોલીસે દંડ ફટકાર્યો હતો.
આ ઉપરાંત પોલીસે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન કેટલાક સગીરો પણ પકડ્યા હતા. તેના પગલે તેમના માબાપને પણ બોલાવાયા હતા. તેમને પણ દંડ ફટકારીને લાઇસન્સ મેળવી લેવા જણાવાયું હતું. તેની સાથે સ્કૂલોને પણ ચેતવણી આપતા જણાવ્યું હતું કે સ્કૂલે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખે. તેઓ પાસે લાઇસન્સ હોય તે સુનિશ્ચિત કરવામાં આવે.
ઉપરાંત પોલીસે ગેરકાયદે પાર્કિંગ સામે પણ તવાઈ બોલાવી હતી. ગેરકાયદે વાહનો પાર્ક કરનારા પર પોલીસ બરોબરની ત્રાટકી હતી. તેણે નિયમો તોડનારા 400થી પણ વધુ વાહનોને જપ્ત કર્યા હતા. આમ અમદાવાદ પોલીસે ટ્રાફિકને શિસ્તબદ્ધ બનાવવા માટેની કવાયત આદરી દીધી છે. અમદાવાદમાં ટ્રાફિકમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. તેની સાથે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યુ છે. લગભગ દરરોજે કોઈને કોઈ જીવ ગુમાવે છે. આ જોઈને અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિકને શિસ્તબદ્ધ બનાવવા કવાયત આદરી છે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
