News of Friday, 13th March 2026
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપ નવા ચહેરાઓને તક આપશે !

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ તાજેતરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાત બાદ સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ અંગે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ખૂબ ઝડપે આગળ વધી રહી છે.
આ પ્રક્રિયા ભાજપ દ્વારા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આમાં યુવા પ્રતિભાને આગળ ધપાવવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહયા છે. પ્રાથમિક યાદી તૈયાર કરી હાઇકમાન્ડને મુકવામાં આવશે અને ત્યારબાદ તેને આખરી સ્વરૂપ આપવામાં આવશે તેમ ચોકકસ મનાઇ રહયું છે.
આ વખતે નવા ચહેરાઓને પ્રતિનિધિત્વ મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહયા છે. સાથે સાથે સ્વચ્છ પ્રતિભા પણ જોવામાં આવશે. તેમ ચોકકસ મનાઇ રહયું છે. જેના કારણે આવનાર દિવસોમાં ભાજપ પોતાની બહુમતી પ્રાપ્ત કરી શકે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
