<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની દેશના ૨૬મા ચીફ ઇલેક્શન કમિશનર (સીઈસી)તરીકે નિમણૂક* ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની દેશના ૨૬મા ચીફ ઇલેક્શન કમિશનર (સીઈસી)તરીકે નિમણૂક થયાનું કાયદા મંત્રાલયે જાહેર કર્યું છે. તેઓ કેરળ બેચના રીટાયર્ડ આઈએએસ ઓફિસર છે. બી ટેક થયા છે. ગૃહ મંત્રાલયમાં તેમના કાર્યકાળ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપનામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચૂંટણી કમિશનરની નિમણૂક અંગેના નવા કાયદા હેઠળ નિમણૂક થનારા જ્ઞાનેશ કુમાર પહેલા સીઈસી બન્યા. નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની સિલેક્શન કમિટીએ આ નિમણૂક કરી છે. ૨૦૧૯ માં કલમ ૩૭૦ રદ કરવામાં આવી ત્યારે જ્ઞાનેશ કુમારે જમ્મુ અને કાશ્મીર બાબતોને સંભાળવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.12:11 AM IST

દિલ્હી અને આસપાસ સવારે ૧૦ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા ચાલુ રહ્યા: લોકો ધ્રુજી ઉઠ્યા: નરેન્દ્ર ભાઈએ સૌને શાંતિ જાળવવા અને સુરક્ષા સાવધાનીઓનું પાલન કરવા અપીલ કરી : નરેન્દ્રભાઈએ કહ્યું છે કે દિલ્હી અને આજુબાજુ વિસ્તારમાં સવારે ૧૦ સેકન્ડ સુધી ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. તમામ લોકો શાંતિ જાળવે, સુરક્ષા સાવધાનીઓનું પાલન કરે, અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. : ભૂકંપ ડરામણો હતો મહાદેવ સૌને સુરક્ષિત રાખે: ગીરીરાજસિંહ : કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે કહ્યું છે કે આજે સવારે રાજધાની દિલ્હીમાં આવેલો ભૂકંપ ખૂબ જ ડરામણો હતો, મહાદેવ સૌને સુરક્ષિત રાખે.: દિલ્હીના નવા મુખ્યમંત્રીની આજે જાહેરાત? : આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાત થવાની પૂરી સંભાવના : મહાકુંભમાં પવિત્ર સ્નાન કરનારા યાત્રાળુઓની સંખ્યા ૫૩ કરોડે પહોંચી : પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં લગભગ ૫૩ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું. નવો રેકોર્ડ : કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું: ભારતનો જડબાતોડ જવાબ : પાકિસ્તાને કાશ્મીરના પુંછ સેક્ટરમાં ફરી અટકચાળો કરી ફાયરિંગ કર્યા છે, ભારતે જડબાતોડ વળતો જવાબ આપ્યો.9:48 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ત્વરિત અને પારદર્શી નિર્ણાયક્તાનો આગવો અભિગમ : રાજ્યના નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયા વિવિધ વિકાસ કામો માટે મંજૂર કર્યા : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ-આંતર માળખાકીય સુવિધા-માર્ગ મરામત-પાણી પુરવઠા પાઇપલાઇન-મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને શહેરી બસ પરિવહન યોજનાના કામો માટે નાણાં ફાળવણી : અમદાવાદ મહાનગરપાલિકાને મળશે નવી ૨૬૭ ઈલેક્ટ્રિક બસ : અમદાવાદ સહિત ચાર મહાનગરપાલિકાઓ માટે રૂ.૩૦૯.૭૮ કરોડ : નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ.૧૩.૩૫ કરોડ સહિત ૨૫ કરોડ રૂપિયા મંજૂર : દ્વારકા નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામો માટે રૂ.૧૩૧.૭૬ કરોડ ફાળવાશે : બેટ દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસીઓ તથા દ્વારકાના નગરજનોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળશે : વિસનગર-પાલનપુર-ટંકારા-કેશોદ-સિદ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને કુલ રૂ.૭૦.૪૮ કરોડ4:26 PM IST

વાવડીમાં પેંડાગેંગના સાગરીત પર ફાયરીંગ બાદ મુર્ગો, ભાણો, નવાઝ યુપી ભાગે એ પહેલા ઝડપાયાઃ ચોથો પણ હાથવેંતમાં : એક મહિનાથી ચાલતી માથાકુટમાં સોશિયલ મિડીયા પર વોર થયા બાદ આઠ દિવસ રેકી કરી પરેશ પર ભડાકો કરાયો હતો : સોહિલ ઉર્ફ ભાણો, શાહનવાઝ ઉર્ફ નવાઝ અને સમીર ઉર્ફ મુર્ગોને કાર, પિસ્‍તોલ, કાર્ટીસ, રોકડ સાથે એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમે પકડી લીધાઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં ડીસીબીની ટીમ પણ સામેલઃ આગળની તપાસ તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાએ હાથ ધરી : એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, કોન્‍સ. કિશોરભાઇ ઘૂઘલની બાતમી પરથી ત્રિપુટી ઝડપાઇ : કોલેજ સુધી ભણેલો મુર્ગો સંગદોષના કારણે ગુનાખોરીના રવાડે ચડયોઃ ૧૨ ગુનામાં સામેલઃ મોટે ભાગે તે યુપી રહે છેઃ પિસ્‍તોલ ત્‍યાંથી લાવ્‍યો હતોઃ ગુનામાં વપરાયેલી વર્ના કાર ભાણો અને નવાઝના મામા સંજલો ઉર્ફ સમીરની હતી3:17 PM IST

રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાગવત સપ્‍તાહનું અલૌકીક આયોજન : ભગવાન શ્રી કૃષ્‍ણના દિવ્‍ય ચરિત્રની અદ્‌‌ભુત ગાથા પૂ. જીજ્ઞેશદાદા (રાધે...રાધે)ના વ્‍યાસાસને : ૧૦૮ પોથીજીના દર્શનનો લ્‍હાવો લાખો ભાવિકોને પ્રાપ્ત થશેઃ ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્‍યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે પવિત્ર વાતાવરણમાં અદ્‌કેરૂં-સમાજલક્ષી આયોજનઃ પોથીજી તથા ભાગવત સપ્તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ માટે રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯પ૩૭૭ ૧૧૭૭૪) નો સંપર્ક કરી શકાય છેઃ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમ ભવ્‍ય-દિવ્‍ય અવસરને દીપાવવા માટે સક્રીય3:30 PM IST