<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

અમદાવાદ મનપાના કોંગ્રેસના નિરિક્ષકો તરીકે પ્રદેશ ઉપપ્રમુખ તેમજ મહિલા નેતા ગાયત્રીબા વાઘેલાની નિમણૂક

મનપા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરતી કોંગ્રેસ ૧૪ અને ૧૫ માર્ચના નિયુક્‍ત નિરીક્ષકો મહાનગરપાલિકા ચૂંટણી લડવા ઇચ્‍છુક ઉમેદવારોને રૂબરૂ સાંભળશે

રાજકોટ, તા.૧૩: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તેમજ મહિલા નેતા ગાયત્રીબા વાઘેલાની નિમણૂક કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

તા.૧૪ અને ૧૫ માર્ચના રોજ નિયુક્‍ત નિરીક્ષકો અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી લડવા ઇચ્‍છુક ઉમેદવારોને રૂબરૂ સાંભળશે. તમામ દાવેદારોની રજૂઆતો અને વિગતોના આધારે નિરીક્ષકો પોતાનો અહેવાલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સોંપશે.

પાર્ટી સૂત્રોના જણાવ્‍યા મુજબ, ઉમેદવારોની પસંદગી પારદર્શક રીતે અને જીતની સંભાવનાઓને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રદેશ મહિલા આગેવાન શ્રીમતી ગાયત્રીબા વાઘેલા રાજકોટ મહાનગર પાલિકામા પૂવ વિપક્ષી નેતા રહી ચૂક્‍યા છે.

(4:08 PM IST)