News of Friday, 13th March 2026
ગેસના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં દેખાવો

(અશ્વિન વ્યાસ), ગાંધીનગર : આજે ૧૧ વાગે વિધાનસભા પરિસરમાં વિપક્ષ દ્વારા તાજેતરમાં ગેસના ભાવ વધારા સામે દેખાવો કરવામાં આવ્યો હતો. વિરોધપક્ષના તુષાર ચૌધરી, અમિત ચાવડા સહિત તમામ સભ્યો ઉપસ્થિત હતા. આ સભ્યો દ્વારા ગેસના બાટલા, લાકડા, છાણા, પ્લે કાર્ડ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ જણાવ્યું કે, ભાજપ સરકારની નિષ્ફળતા સામે પ્રજામાં ઓક્રોશ ભભૂકી રહ્યો છે. રેસ્ટોરન્ટ, હોટલો અને હોસ્ટેલોમાં તાળા વાગવાની તૈયારીઓ છે. જયારે દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબી લાઇનો લાગી છે. ગૃહિણીઓને દર દર ભટકવું પડે છે આથી સરકારે તાકીદ કરી લોકોને આ દુઃખમાંથી બહાર આવવા પગલા લેવા જોઇએ.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
