તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 13th March 2026
ગાંધીનગર:ફિરોજપુરની સીમમાં એક નવી બનતી સાઈટ પરથી નીચે પટકાતા યુવાનનું મૃત્યુ
સુરક્ષાના અભાવે યુવાને ગુમાવ્યો પોતાનો જીવ:પાંચમાં માળેથી નીચે પટકાતા પિતાએ પ્રોજેક્ટના સેફટી ઓફિસર વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધાવી

ગાંધીનગર : ગાંધીનગરના ફિરોજપુર ગામની સીમમાં એક નિર્માણાધીન સાઇટ પર સુરક્ષાના અભાવે આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શિલ્પ સેન્ટ્રીકા સાઇટ પર પાંચમા માળેથી પટકાતા ૩૨ વર્ષીય યુવાનનું કરુણ મોત થયું હતું. આ મામલે મૃતકના પિતાએ પ્રોજેક્ટના સેફ્ટી ઓફિસર વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધાવી છે.
મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ ગાંધીનગરમાં રહી ક્લિમાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સ્પેસિફિકેશન મેનેજર તરીકે ફરજ બજાવતો દેવપ્રકાશ શિવદુલાર શર્મા ગત ૩૦ જાન્યુઆરીના રોજ ફિરોજપુર ગામની શિલ્પ સેન્ટ્રીકા સાઇટ પર કામ અર્થે ગયો હતો. બપોરના તે બિલ્ડિંગના પાંચમા માળે કાંચ લગાડવા માટેના એન્કર ફાસનર ચેક કરી રહ્યો હતો તે સમયે ગારબેઝ નિકાલ માટે રાખવામાં આવેલી ખુલ્લી જગ્યા, જ્યાં ધાબું કે પ્રોપર બેરીકેટીંગ નહોતું, ત્યાંથી તે સીધા બીજા માળે પટકાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે વ્યવસાય વકીલ એવા મૃતકના પિતા શિવદુલાર શર્માએ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, સાઇટ પર સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવતા દિનેશ શ્રીસ્વામીનાથ વર્માએ પોતાની જવાબદારીમાં બેદરકારી દાખવી હતી. જો ગારબેઝ નિકાલની એ જોખમી જગ્યાએ અગાઉથી જ બેરીકેટીંગ અથવા કોર્ડન કરવામાં આવ્યું હોત, તો આ અકસ્માત ટાળી શકાયો હોત. કંપનીના માણસો દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું હતું કે જે સમયે ઘટના બની ત્યારે ત્યાં કોઈ સુરક્ષા વાડ નહોતી.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
