News of Saturday, 14th March 2026
ᅠᅠપ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિની રચનાઃ ઝડફિયા સંયોજકઃ અનુભવી નેતાઓ સામેલ
સૌરાષ્ટ્રમાંથી સમિતિમાં કાનગડ અને બોખીરીયાને સ્થથાન

ગાંધીનગર તા.૧૪: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માએ મોવડી મંડળ સાથે ઊંડી ચર્ચા-વિચારણા કર્યા બાદ, આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિ(સ્ટેટ ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી) ની રચના કરી છે. આ સમિતિમાં અનુભવી નેતાઓને સ્થાન આપીને આગામી ચૂંટણીઓ માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આ નવનિર્મિત સમિતિમાં પ્રદેશ સંયોજક તરીકે ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડફિયાની નિમણૂક કરવામાં આવી છે.
સમિતિના અન્ય સભ્યોમાં પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ શ્રી જયસિહ ચૌહાણ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, દાહોદ લોકસભાના સાંસદ શ્રી જશવંતસિહ ભાભોર, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ગુજરાત ભાજપના રમત-ગમત સેલના પ્રદેશ કન્વીનર શ્રી મનીષભાઈ પટેલ અને વલસાડ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમિતિના ગઠનની સત્તાવાર જાહેરાત પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા કરવામાં આવી છે.
ક્રમ જવાબદારી નામ પક્ષમાં જવાબદારી
૧ પ્રદેશ સંયોજકશ્રી શ્રી ગોરધનભાઇ ઝડફીયા પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, ગુજરાત ભાજપ
૨ સદસ્યશ્રી શ્રી જયસિંહ ચૌહાણ પૂર્વ પ્રદેશ ઉપપપ્રમુખશ્રી, ગુજરાત ભાજપ
૩ સદસ્યશ્રી શ્રી બાબુભાઇ બોખરીયા પૂર્વ મંત્રીશ્રી, રાજય સરકાર
૪ સદસ્યશ્રી શ્રી જશવંતસિંહ ભાભોર સાંસદશ્રી, દાહોદ લોકસભા
૫ સદસ્યશ્રી શ્રી પ્રદિપભાઇ પરમાર પૂર્વ મંત્રીશ્રી, રાજય સરકાર
૬ સદસ્યશ્રી શ્રીઉદયભાઇ કાનગડ ધારાસભ્યશ્રી
૭ સદસ્યશ્રી શ્રી મનીષભાઇ પટેલલ પ્રદેશ કન્વીનરશ્રી, રમત ગમત સેલ, ગુજરાત ભાજપ
૮ સદસ્યશ્રી શ્રી શિલ્પેશભાઇ દેસાઇ પૂર્વ મહામંત્રીશ્રી, વલસાડ જીલ્લા ભાજપ
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
