News of Saturday, 14th March 2026
ગુજરાતમાં વિશ્વનો પ્રથમ ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ' તૈયાર કરાશે
વિધાનસભામાં અન્ન, નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા વિભાગની કુલ રૂ.૨૮૫૬ કરોડની અંદાજપત્રીય માગણીઓ પસાર : બાજરી, જુવાર, રાગી, મકાઈની ખરીદી પર ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે રૂ.૩૦૦ પ્રોત્સાહક બોનસ અપાશેઃ મેડ ઈન ગુજરાત' ગ્રેઈન એટીએમની સુવિધા હેઠળ લાભાર્થી માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો અનાજ મેળવી શકશે

અમદાવાદ,તા.૧૪: રાજ્યના નાગરિક-પુરવઠા વિભાગે એવો નિર્ણય લીધો છે કે, હવે આગામી એક વર્ષ દરમ્યાન રેશનીંગની દુકાનોમાં પેકેજ્ડ વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકાશે. જેના અંતર્ગત તુવેર દાળ, ચણા, ખાંડ છૂટકને બદલે એક કિલોગ્રામના પ્રમાણિત પેકિગમાં વિતરિત કરાશે.
એવી જ રીતે અન્નપૂર્તિ-Grain ATM હેઠળ 24x7 અનાજ મળી રહે તે માટે 'મેડ ઈન ગુજરાત' Grain ATM સુવિધા શરૂ કરાશે. જેમાં લાભાર્થી માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો અનાજ મેળવી શકશે એટલે આ વખતના બજટેમાં રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અહીં મહત્ત્વની બાબત એ છે કે, ગુજરાત સરકારે હવે કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ-CRI તૈયાર કરવાનું નક્કી કર્યું છે અને એટલે, વિશ્વમાં પ્રથમવાર કંપનીઓને ગ્રાહકો પ્રત્યેના વર્તન અને ફરિયાદ નિવારણના આધારે રેટિગ આપવા માટે CRI તૈયાર કરવા MOU કરવામાં આવ્યા છે.
રાજ્ય વિધાનસભા ગૃહમાં અન્ન, નાગરિક, પુરવઠા વિભાગની રૂ.૨૮૫૬ કરોડની અંદાજપત્રિય માગણીઓ રજૂ કરાઈ હતી. જે ચર્ચાને અંતે મંજૂર રાખવામાં આવી હતી. આ ચર્ચાને જવાબ આપતાં આ વિભાગના મંત્રી રમણભાઈ સોલંકીએ આ માહિતી આપતાં કહ્યું હતું કે, આ ઉપરાંત સરકારે નવા ગોડાઉનોનું નિર્માણ કરવાનું પણ નક્કી કર્યું છે જે મુજબ, રાજ્યમાં સંગ્રહ ક્ષમતા વધારવા માટે નાબાર્ડની સહાયથી ૪૫ તાલુકાઓમાં ૫૧ નવા ગોડાઉનો બાંધવાની વિચારણા ચાલી રહી છે. જેના કારણે ૯૩,૪૦૦ મેટ્રિક ટન વધારાની ક્ષમતા ઊભી થશે. બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ખેડૂતોને રૂ.૩૦૦ પ્રતિ કિવન્ટલ પ્રોત્સાહક બોનસ અપાશે. આ માટે રૂ.૩૬.૫૧ કરોડની જોગવાઈ કરાઈ છે.
મંત્રીના જવાબ મુજબ હવે નવા બજેટની જાહેરાત પ્રમાણે નવા આઈટી. સેલની રચના કરાશે. જેમાં SMART-PDS સિસ્ટમના સુલ્લઢ અમલીકરણ માટે વિભાગમાં નવા આઈ.ટી. સેલની રચના કરવા માટે રૂ. ૨.૪૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કાનૂની માપ વિજ્ઞાન તંત્ર માટે પણ ૬૭ વર્કિગ સ્ટાન્ડર્ડ લેબોરેટરી સાધનોની ખરીદી કરાશે. જાહેર વિતરણ વ્યવસ્થાની મહત્વની કડી એવા ૧૭,૦૦૦થી વધુ વાજબી ભાવના દુકાનદારોના કમિશનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે, તેમને રૂ.૧૫૦ના બદલે રૂ.૧૮૫ પ્રતિ ક્વિન્ટલ કમિશન ચૂકવવામાં આવશે. રાજ્યના દરેક જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગોમાં 'પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો' સ્થાપવામાં આવશે. જેથી ફરિયાદોનો કોર્ટની લાંબી પ્રક્રિયા વિના ઝડપી ઉકેલ આવશે.
વિધાનસભામાં મંત્રીના જવાબના મહત્ત્વના મુદ્દા
* રાજ્યના ૭૫ લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે રૂ. ૭૦૦.૬૩ કરોડની ફાળવણી કરાઈ છે
* ગુજરાતે દેશમાં પ્રથમવાર 080C (Central Bank Digital Currency) આધારિત ડિજિટલ ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે
* આ સિસ્ટમ e-KYC આધારિત હોવાથી બાયોમેટ્રિક નિષ્ફળતા જેવી સમસ્યાઓ હલ થશે
* અત્યાર સુધીમાં રાજ્યના ૪.૨૩ કરોડ રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું છે
* કાયદાકીય માપ વિજ્ઞાન તંત્રની કામગીરીને વધુ પારદર્શક બનાવવા ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ (IP) કાર્યરત કરાયું છે
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
