<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

અમદાવાદમાં ભરવાડ યુવા સંગઠન દ્વારા પ્રેરક પહેલ : યુવા રોજગાર યોજના અંતર્ગત 51 JCB વિતરણ કરાયા

નવનિયુક્ત અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું :સમાજના અધિકારીઓનું તેમના માતા-પિતા સાથે સન્માન કરાયું

અમદાવાદમાં ભરવાડ યુવા સંગઠન દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો  આ કાર્યક્રમમાં યુવા રોજગાર યોજના અંતર્ગત 51 JCB વિતરણ કરાયા હતા સાથોસાથ સમાજના નવનિયુક્ત અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. 

 ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના બેરોજગાર યુવાનોને JCB વિતરણ કરાયા હતા. સમાજના અધિકારીઓનું તેમના માતા-પિતા સાથે સન્માન કરાયું હતું  આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભરવાડ સમાજ પરંપરાગત રીતે પશુપાલન સાથે જોડાયેલો રહ્યો છે, પરંતુ બદલાતા સમય સાથે યુવાનો અન્ય વ્યવસાયોમાં પણ આગળ વધે તેવા ઉમદા આશય સાથે કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે 51 જેટલા જરૂરિયાતમંદ યુવાનોને જેસીબીની ચાવીઓ સોંપવામાં આવી હતી. આ પહેલથી 51 પરિવારોને કાયમી રોજગારીની તક સાંપડશે, જે સમાજના આર્થિક વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.સમાજના બેરોજગાર યુવાનો અને જેમનો સિબિલ સ્કોર સારો ન હોય તેવા યુવાનોને JCB વિતરણ ઝીરો ડાઉન પેમેન્ટ ઉપર કરવામાં આવ્યું છે.

 

 

આ કાર્યક્રમમાં માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે સફળ થયેલા રત્નોની પણ કદર કરવામાં આવી હતી. વિવિધ સરકારી સેવાઓમાં નવનિયુક્ત થયેલા સમાજના અધિકારીઓ માટે સન્માન કરાયું હતુ. આ સન્માનની વિશેષતા એ હતી કે, અધિકારીઓની સાથે તેમના માતા-પિતાનું પણ જાહેર મંચ પર સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

ગોતા ખાતેના આ આયોજનમાં ગુજરાતભરમાંથી ભરવાડ સમાજના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ યુવાનોને વ્યસનમુક્ત રહી, શિક્ષણ મેળવી અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ કરવા હાકલ કરી હતી.

(9:53 PM IST)