<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

વડોદરાઃ ૮૦ ટકા હોટલોના મેનુમાંથી સાઉથ ઈન્‍ડિયન વાનગી અને રોટલી ગાયબ

શહેરમાં ગેસના બોટલોની અછત વચ્‍ચે હોટલ ઉદ્યોગ સંકટમાં : વેપારીઓ ઈન્‍ડક્‍શન, લાકડાના ચૂલા અને ઈલેક્‍ટ્રિક ભઠ્ઠી તરફ વળતાં વેચાણમાં ઉછાળો : ૧૪ કિલોના સિલિન્‍ડરની રૂા. ૩,૬૦૦ સુધી કાળાબજારી.!

વડોદરા,તા.૧૬: અમેરિકા - ઈઝરાયલ અને ઈરાન ઘરગથ્‍થુ તેમજ છુ જેની સીધી અસર ઘરના ચુલાથી લઈ હોટલ-રેસ્‍ટોરન્‍ટ સુધી જોવા મળી રહી છે. ખાસ કરીને હોટલ - રેસ્‍ટોરન્‍ટ ઉદ્યોગ સામે ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. ઘણાં સંચાલકોને પોતાના મેનુમાં ફરજિયાત ઘટાડો કરવો પડ્‍યો છે. ખાસ કરીને ગેસ પર આધારિત સાઉથ ઈન્‍ડિયન વાનગીઓ બનાવવામાં મુશ્‍કેલી પડતાં શહેર - જિલ્‍લાની લગભગ ૮૦ ટકા હોટલોના મેનુમાંથી ઢોંસા, ઉત્તપમની સાથે રોટલી સહિતની વાનગી ગાયબ થઈ ગઈ છે.

શહેર - જિલ્‍લાના કેટલાક હોટલ સંચાલકોએ 'સંદેશ' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, શહેરમાં ઘરગથ્‍થુ રાંધણગેસના બોટલોનો જ કકળાટ છે. ત્‍યારે કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની તો વાત થાય તેવી જ નથી. પરિણામે ઘણી હોટલ - રેસ્‍ટોરન્‍ટના સંચાલકોએ ગ્રાહકોને મર્યાદિત વાનગીઓ આપવાનું શરૂ કર્યું છે. કારણ કે, રસોઈ બનાવવા મુખ્‍યત્‍વે ગેસના બોટલ અને તંદુર માટે કોલસાનો ઉપયોગ થાય છે. હવે, કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની અછતના કારણે વેપારીઓ હોટલ - રેસ્‍ટોરન્‍ટ ચાલુ રાખવા માટે ઈન્‍ડક્‍શન, લાકડાના ચુલા અને ઈલેક્‍ટ્રીક ભઠ્ઠી તરફ વળ્‍યાં છે. તેમજ ગેસ બચાવવા ૮૦ ટકા હોટલોમાં સાઉથ ઈન્‍ડિયન વાનગીઓ બંધ થઈ ગઈ છે. કેમ કે, તવાની સાઈઝ જાડી હોવાથી તેને બનાવવા સતત ગેસ ચાલુ રાખવો પડે છે. જે પોસાઈ તેમ નથી. જેથી કેટલાક રેસ્‍ટોરન્‍ટ અને લારી ધારકોએ તેના ઓપ્‍શનમાં ચુલા

ઢોંસા શરૂ કરી દીધા છે. વધુમાં તેઓનું કહેવું છે કે, ઘણી હોટલ  રેસ્‍ટોરન્‍ટના સંચાલકો પાસે આગામી ચાર-પાંચ દિવસ સુધી ચાલે તેટલા જ બોટલો છે. જેથી ના છુટકે ઘણાં વેપારીઓને ગેસ બચાવવા રોટલી (ચપાટી) પણ બંધ કરવી પડી છે. જેના બદલામાં તંદુરી રોટલી આપીએ છે. પરંતુ ઘણાં ગ્રાહકોને તંદુર રોટલી જોઈતી હોતી નથી. તેઓ કાઠિયાવાડી શબ્‍દે સાથે ફુલકા રોટલી કે રોટલાનો જ આગ્રહ રાખે છે. જે અમે આપી શકતાં ન હોવાથી ટેબલ છોડી જતાં રહે છે. આ પરિસ્‍થિતિ હોટલના વ્‍યવસાય પર સીધી અસર કરી રહી છે. જો, વહેલી તકે કોમર્શિયલ બોટલો નહીં મળે તો હોટલ - રેસ્‍ટોરન્‍ટ ઉદ્યોગને ઘણો મોટો આર્થિક ફટકો પડશે.

ભાડેથી હોટલ - રેસ્‍ટોરન્‍ટ ચલાવતાં વેપારીઓને વધુ અસર, સ્‍થિતિ આવી રહેશે તો રોજગારી પણ ખતરામાં

કોમર્શિયલ રાંધણ ગેસની અછતથી સર્જાયેલી સ્‍થિતિના કારણે ભાડાની પ્રોપર્ટીમાં રેસ્‍ટોરન્‍ટ અને હોટલ ચલાવતાં વેપારીઓ સૌથી વધુ કફોડી સ્‍થિતિમાં મુકાયા છે. કારણ કે, મેનુમાં ઘટાડો કરવાથી આવક પર સીધી અસર થઈ રહી છે. બીજી તરફ દર મહિને કર્મચારીઓને આપવાનો થતો પગાર, ભાડા, બિલ સહિતના ખર્ચાઓ ઉભા છે. જો, ગેસની અછત લાંબા સમય સુધી ચાલુ રહેશે તો હોટલ - રેસ્‍ટોરન્‍ટમાં કામ કરતાં નાના કર્મચારીઓની નોકરી ઉપર પણ ખતરો ઊભો થઈ શકે છે. આ સ્‍થિતિ વચ્‍ચે ઘણાં વેપારીઓને કારોના કાળની યાદ આવી ગઈ છે.

(9:58 AM IST)