<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પોલીસ પર હુમલો : પોલીસકર્મી અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત

112 પર કોલ મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી:પોલીસ અને કેટલાક શખ્સો વચ્ચે બોલાચાલી બાદ મારામારી:કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 112 પર કોલ મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે સ્થળ પર પહોંચતા જ પોલીસ અને કેટલાક શખ્સો વચ્ચે બોલાચાલી બાદ મારામારી શરૂ થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ વાહનના ડ્રાઈવર પર પણ હુમલો કર્યો હતો. ઘટનામાં એક પોલીસકર્મી અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(11:27 AM IST)