તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 16th March 2026
કુંવરજીભાઈ બાવળયાનો જન્મદિવસ
કેબિનેટ મંત્રી અને ભાજપના ધુરંધર નેતા

રાજકોટઃ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનોલ જન્મદિવસ છે. તેઓ છેલ્લે ૨૦૨૨માં ભાજપમાંથી જીત્યા અને હાલ કેબીનેટ મંત્રી તરીકે સેવા આપે છે. તેઓ ગુજરાતના જાણીતા રાજકારણી છે. તેઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે અને ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં સક્રિય છે. તેઓનું
જન્મસ્થળઃ જસદણ વિસ્તાર છે. વ્યવસાયઃ રાજકારણી અને ખેડૂત છે.
તેઓની રાજકીય કારકિર્દી જોઈએ તો તેઓ લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ જસદણ વિધાનસભા ક્ષેત્રમાંથી અનેક વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૨૦૧૮માં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. ત્યારબાદ તેમણે ફરીથી જસદણની પેટાચૂંટણી જીતેલી. હાલ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી કાર્યરત છે. તેઓ કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે.
તેઓ ૧૯૯૫ પ્રથમ વખત જસદણ બેઠક પરથ ધારાસભ્ય બન્યા, ૧૯૯૮ ફરીથી જીત, ૨૦૦૨ ફરીથી જીત, ૨૦૦૭ ફરીથી જીત, ૨૦૧૭ કોંગ્રેસ તરફથી ફરી જીત મેળવી બાદ ૨૦૧૮માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને જસદણ પેટા ચૂંટણ જીત્યા હતા. કુંવરજીભાઈ બાવળીયાને જન્મદિને તેઓ ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.(૪૦.૩૭)
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
