<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

૧૦૦૦૦ બેઠકો, પ૦૦૦૦ ઉમેદવારો, ૪ કરોડ મતદારો

સહુ ચલો જીતવા જંગ બ્‍યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે : ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓનો ઐતિહાસિક જંગઃ રાજયની ચારેય દિશાઓને સ્‍પર્શતો જનાદેશ આવશે

રાજકોટ તા ૧૬ : સમગ્ર રાજ્‍યની ચારેય દિશાઓને સ્‍પર્શે તેઓ મીની ધારાસભાની ચૂંટણી જેવો અવસર ટૂંક સમયમાં ગુજરાતમાં આવી રહ્યો છે. જેમાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રના લોકો સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થા માટે પોતાની પસંદગીના ઉમેદવાર ચુટશે .હજારો ઉમેદવારો ચૂંટણી લડીને લોકપ્રતિનિધિ બનવા થનગની રહ્યા છે .મળતી માહિતી મુજબ રાજ્‍યમાં રાજકોટ જામનગર ભાવનગર સહિત ૧૫ મહાનગરો ૩૩ જિલ્લા પંચાયતો ૧૦૪ તાલુકા પંચાયતો અને ૮૦ નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે .જેમાં કુલ ૧૦,૦૦૦ જેટલી બેઠકો છે. અમુક બેઠકો બિનહરીફ થઈ શકે છે ૫૦,૦૦૦ થી વધુ ઉમેદવારો થવાનો અંદાજ છે. ચાર કરોડથી વધુ મતદારો હશે .આ ચૂંટણીનું પરિણામ રાજ્‍યની રાજકીય પરિસ્‍થિતિનો અણસાર આપશે.

ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વગેરે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પક્ષના નિશાન પર લડે છે તેથી સીધો ત્રિપાંખીયો જંગ થવાના એંધાણ છે. ખાસ મતદાર યાદી સુધારણા પછી પ્રથમ વખત પાલિકા પંચાયતોની ચૂંટણી આવી રહી છે તે ધ્‍યાન ખેંચનારી બાબત છે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં મોટાભાગે સ્‍થાનિક સમીકરણો કામ કરતા હોય છે. જે તે વિસ્‍તારના પ્રશ્‍નો ઉપરાંત રાજ્‍ય કક્ષાના અને કેન્‍દ્ર કક્ષાના અમુક મુદ્દાઓ અસરકારક રહે છે. એક એક મત નિર્ણાયક હોય છે ૨૦૨૭ની ચૂંટણી પૂર્વેનો આ સૌથી મોટો જનાદેશ આવશે ચૂંટણી હજુ જાહેર થઈ નથી પરંતુ ગમે ત્‍યારે થઈ શકે છે .રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની પ્રાથમિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે ત્રણ પક્ષો ઉપરાંત અન્‍ય પક્ષો અને અપક્ષો મેદાનમાં આવશે ઐતિહાસિક જંગ રસપ્રદ બનશે. જે પાલિકા-પંચાયતોની મુદત પૂરી થાય ત્‍યાં નવી ચૂંટાયેલી પાંખ અસ્‍તિત્‍વમાં ન આવે તેટલો સમય વહીવટદાર શાસન રહેશે. 

એક નઝર ઇધર ભી

રઘો : કાર્યકરોએ પાડયો સાદ, કોને મળશે પ્રતિસાદ ?

મઘો : અમૂકને મળશે ટીકીટનો પ્રસાદ, અનેકની માંગણીનો વરસાદ

રઘો : અમને મત આપો એવો એક જ નાદ

મઘો : પ્રચારમાં સંવાદ સાથે સર્જાશે વાદ વિવાદ

રઘો : આપણે શું લેવા-દેવા? ભલે કરે સેવા

મઘો : કરે સેવા એને મળે મેવા

(11:50 AM IST)