<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો: જો કમોસમી માવઠું થાય તો અનેક પાકોને નુકસાન થવાની શક્યતા

ઘઉં, બાજરી, મકાઈ, સોયાબીન, મગફળી અને મગ જેવા પાકોને અસર થઈ શકે:ચણા, ઘાસચારો તેમજ વિવિધ ફળાઉ પાકોને પણ નુકસાન થવાની ભીતિ

મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. જો કમોસમી માવઠું થાય તો અનેક પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, બાજરી, મકાઈ, સોયાબીન, મગફળી અને મગ જેવા પાકોને અસર થઈ શકે છે. ઉપરાંત ચણા, ઘાસચારો તેમજ વિવિધ ફળાઉ પાકોને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. 

(11:57 AM IST)