<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

સુરતના વાંઝ ગામમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું : બે દુકાનદારોની ધરપકડ

દેવનારાયણ કરિયાણા સ્ટોરમાં દરોડો પાડતા ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો

સુરત જિલ્લાના વાંઝ ગામમાં ગેસ સિલિન્ડરની તંગી વચ્ચે ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસને મળેલી માહિતીના આધારે દેવનારાયણ કરિયાણા સ્ટોરમાં દરોડો પાડતા ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ એલ્યુમિનિયમ પાઇપ અને વાલ્વ જેવા સાધનોનો ઉપયોગ કરીને ગેસ ટ્રાન્સફર કરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી બે દુકાનદારોની ધરપકડ કરી છે અને સિલિન્ડર તેમજ રિફિલિંગ માટે વપરાતા સાધનો સહિત અંદાજે ₹10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

 

(12:01 PM IST)