<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

LPG કોમર્શિયલ સિલિન્ડરની અછત સર્જાતા દાહોદ રેલવે સ્ટેશન નજીક આવેલી રેલવે કેન્ટીનને તાળા મારવા પડ્યા

ગેસ ઉપલબ્ધ ન હોવાથી કેન્ટીન બંધ થતા ત્યાં કામ કરતા કર્મચારીઓમાં નિરાશા :રોજિંદા આશરે 150થી વધુ રેલવે કર્મચારીઓ આ કેન્ટીનમાં ભોજન પર નિર્ભર હતા

દાહોદમાં ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આડઅસર સ્થાનિક વ્યવસ્થાઓ પર પણ જોવા મળી રહી છે. LPGના કોમર્શિયલ સિલિન્ડરની અછત સર્જાતા દાહોદ રેલવે સ્ટેશન નજીક આવેલી રેલવે કેન્ટીનને તાત્કાલિક તાળા મારવા પડ્યા છે. ગેસ ઉપલબ્ધ ન હોવાથી કેન્ટીન બંધ થતા ત્યાં કામ કરતા કર્મચારીઓમાં નિરાશા ફેલાઈ છે. રોજિંદા આશરે 150થી વધુ રેલવે કર્મચારીઓ આ કેન્ટીનમાં ભોજન પર નિર્ભર હતા, જ્યાં માત્ર 30 રૂપિયામાં ભોજન મળતું હતું. કેન્ટીન બંધ થતા શ્રમિકો અને કર્મચારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. કર્મચારીઓએ તંત્રને વહેલી તકે ગેસ સિલિન્ડરની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

(12:03 PM IST)