News of Monday, 16th March 2026
ભરવાડ સમાજના યુવાનોને રોજગારી માટે સહકારઃ નરહરિ અમીનના હસ્તે પ્રતિભા સન્માન

અમદાવાદઃ તા.૧૬,ભરવાડ યુવા સંગઠન દ્વારા ભરવાડ સમાજના યુવાઓ ને રોજગારી માટે JCB મશીન નું વિતરણ તેમજ ભરવાડ સમાજ ના સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારો અને હાલ માં સરકાર માં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓનો સન્માન સમારંભ શ્રી નરહરિ અમીન - સંસદસભ્ય, રાજ્યસભા ની ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો.આ પ્રસંગે ૫૧ JCB મશીન યુવાઓને રોજગારી માટે ફાળવવામાં આવ્યા. અગાઉ ૨૬૭ JCB મશીન યુવાઓને ફાળવવામાં આવ્યા હતા જેમાં આજ દિન સુધી કોઈ પણ યુવા લોન ની હપ્તા ની રકમ ભરવાનું ચુકયા નથી.
આ પ્રસંગે ભરવાડ સમાજ ના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભવાનભાઈ ભરવાડ, યુવા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભરવાડ, લાખા ભાઈ ભરવાડ (માજી ધારાસભ્ય,વિરમગામ)નરેશ ભાઈ મારું (ચેરમેન , સુર સાગર ડેરી સુરેન્દ્રનગર), બાબા ભાઈ ભરવાડ (સમાજ અગ્રણી, સુરેન્દ્રનગર) ,મનોજ ભાઈ ગમારા (સમાજ અગ્રણી/ સહજાનંદ ગ્રુપ અમદાવાદ)રામ ભાઈ મેવાડા મકરબા ( સમાજ અગ્રણી અમદાવાદ),કાલુભાઈ ભરવાડ લાંભા (કોર્પોરેટર અમદાવાદ),સંગ્રામ ભાઈ ભરવાડ (પૂર્વ ગોપાલક નિગમ વાઇસ ચેરમેન), રણછોડ ભાઈ દાજી (સમાજ અગ્રણી ,સુરત ),મુકેશભાઈ જીવણભાઈ દેસાઈ ( પ્રમુખ ,RECT)તેમજ ભરવાડ સમાજ ના યુવાઓ, અધિકારીઓ , શ્રેષ્ઠિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
