<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

કાલથી રાજ્યના વાતાવણમાં પલટો આવશે :આગામી ત્રણ દિવસ દરમિયાન માવઠાની શક્યતા :તાપમાન ગગડતાં ગરમીમાંથી રાહત

રાજકોટમાં 38.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.7, અમરેલીમાં 37.1, ભુજમાં 37, અમદાવાદમાં 36.7, ગાંધીનગરમાં 36.5, ડીસામાં 36.2, વડોદરામાં 36, વલ્લભ વિદ્યાગરમાં 35.9, કંડલા પોર્ટમાં 34.7, ડિગ્રી તાપમાન

અમદાવાદ :રાજ્યમાં ગરમીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. તાપમાનનો પારો ગગડતાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. જોકે આવતીકાલથી રાજ્યના વાતાવણમાં પલટો આવી શકે છે, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. આજે 38.5 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.7 અને લઘુત્તમ તાપમાન 22.8 ડિગ્રી નોંધાયું છે.

 

હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમજ લઘુત્તમ તાપમાનમાં પણ કોઇ ફેરફાર જણાશે નહીં. 18થી 20 માર્ચ દરમિયાન કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવ્યા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

 

આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 38.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.7, અમરેલીમાં 37.1, ભુજમાં 37, અમદાવાદમાં 36.7, ગાંધીનગરમાં 36.5, ડીસામાં 36.2, વડોદરામાં 36, વલ્લભ વિદ્યાગરમાં 35.9, કંડલા પોર્ટમાં 34.7, ભાવનગરમાં 34.6, કેશોદમાં 34, નલિયામાં 33.6, સુરતમાં 32.9, મહુવામાં 32.2, પોરબંદરમાં 31.4, ઓખામાં 31.2, દ્વારકામાં 30.9, વેરાવળમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

 

આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો મહુવામાં 16.9 ડિગ્રી, અમરેલીમાં 17.2, પોરબંદરમાં 17.9, નલિયામાં 18, રાજકોટમાં 19.7, ભાવનગરમાં 20.2, વલ્લભ વિદ્યાનગરમાં 20.4, કેશોદમાં 20.7, ભુજમાં 20.8, ડીસામાં 21.1, સુરેન્દ્રનગરમાં 21.4, ઓખામાં 21.6, સુરતમાં 21.9, વેરાવળમાં 22, વડોદરામાં 22.2, ગાંધીનગરમાં 22.3, અમદાવાદમાં 22.8, કંડલા પોર્ટમાં 23, દ્વારકામાં 24.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું

(10:07 PM IST)