<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ગુજરાત બાર કાઉસીલની ચૂંટણીમાં આઠ દિવસની મત ગણતરી બાદ પણ બગડાના મતો માટે સ્‍પર્ધા

૩જા નંબર ઉપર પરેશભાઇ વાઘેલા, ચોથા નંબર ઉપર મનોજભાઇ અનડકટ પાંચમા નંબર ઉપર પી.ડી. પટેલ અને છઠ્ઠા નંબર ઉપર દિલીપભાઇ પટેલની આગેકૂચ : જીત માટે ૩ થી ર૩ નંબરના ઉમેદવારો વચ્‍ચે ભારે સંઘર્ષ : સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ૩૦ ટકા મહિલા અનામતની જગ્‍યા ભરવાથી ૧૮ થી ર૩ ના નંબર ઉપર પાંચ મહિલા ઉમેદવારો માટે ઉજળા સંજોગો

રાજકોટ, તા., ૧૮  : ગુજરાત બાર કાઉન્‍સીલની ચુંટણીના મતગણતરીના આઠ દિવસ પુરા થયા છે. ત્‍યારે હજુ માત્ર બે જ ઉમેદવારો એ.એ.અંસારી અને જે.જે.પટેલ  જ એકડાની મત ગણતરીમાં ચુંટાયા છે. જયારે બાકીના ૩ થી ર૩ નંબરના ઉમેદવારો બગડાના મતની ગણતરી દરમ્‍યાન આગળ-પાછળ થતા રહયા છે.

ગઇકાલની યાદી મુજબ ૩ જા નંબર ઉપર પરેશભાઇ વાઘેલા ૧૭૭૮ મતે પહોંચ્‍યા છે. ચોથા નંબર ઉપર મનોજભાઇ અનડકટ ૧૭૪૧  મતો સાથે આગળ વધી રહયા છે. પાંચમા નંબરે પી.ડી.પટેલને ૧૭૩પ મતો સાથે આગળ વધી રહયા છે. છઠ્ઠા નંબર ઉપર રાજકોટના દિલીપભાઇ પટેલના ૧૭ર૪ મતો થયા છે. સાતમાં  નંબરે કરણસિંહ વાઘેલાને ૧૩૦૯, આઠમાં નંબરે ભાવેશભાઇ રબારીને ૧રપ૦ મતો મળ્‍યા છે.

આ ઉપરાંત ૯ માં નંબર ઉપર હિતેષભાઇ પટેલ ૧૧૪૩, દસમાં નંબરે અનિલભાઇ કૈલ્‍લા ૧૦૮૩, અગીયારમાં નંબરે મુકેશભાઇ કામદાર ૧૦૭૮ તથા ૧ર માં નંબરે જીજ્ઞેશભાઇ પટેલ ૧૦પ૭, ૧ર માં નંબરે શંકરસિંહ ગોહેલ ૧૦૧૯, ૧૩ માં નંબરે ધર્મેશભાઇ કાનીયા ૧૦૦૯, ૧૪ માં નંબરે કિશોરભાઇ ત્રિવેદી, ૧પ માં નંબરે ભરતભાઇ મગન ૯૯પ, ૧૬ માં નંબરે મગનભાઇ ગઢવી ૯૯ર, ૧૭ માં નંબરે હરેશ નાકરાણી ૯૩૪, ૧૮ માં નંબરે શેખ ઝા઼કી ૮૯૩, ૧૯માં નંબરે મગનભાઇ પરમાર ૮૮૩, ર૦ માં નંબરે મહમદ ઝુબેર પઠાણ ૮પપ, ર૧ માં નંબરે દિપેન દવે ૮૪૯, રર માં નંબરે અનિરૂધ્‍ધ ઝાલા ૮૩૦ તથા ર૩ માં નંબરે મહન ચૌધરીને ૮૦ર મતો પ્રાપ્ત થયા છે.

સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે પાંચ મહિલાઓને ૩૦ ટકા અનામતની  જગ્‍યા ઉપર સમાવેશ કરવાનો હોય ઉપરોકત ર૩ માંથી ફકત ૧૮ ક્રમાંકના નંબર સુધી જેઓ પહોંચી શકશે તેઓને વિજેતા જાહેર કરવામાં આવશે અને ૧૮ થી ર૩ નંબર ઉપર મહિલા ઉમેદવારો કે જેઓ માત્ર પ૦૦ થી વધુ મતો ધરાવે છે તેવા ઉમેદવારોનો સમાવેશ કરીને કુલ ર૩ નો આંકડો પુરો કરવામાં આવશે અને આ ર૩ ઉમેદવારો સતાવાર રીતે ચુંટાયેલા જાહેર થયા બાદ ગુજરાત બાર કાઉન્‍સીલની મીટીંગમાં બે કોપ્‍ટ મેમ્‍બરોને પસંદ કરીને કુલ રપ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે અને ત્‍યાર બાદ ક્રમશઃ જેમ જેમ બાર કાઉન્‍સીલની મીટીંગો યોજાશે તેમાં વિવિધ કમીટીઓની રચના કરીને કમીટીઓના ચેરમેન વાઇસ ચેરમેનોને ચુંટી કાઢવામાં આવશે.

ગઇકાલે આઠ દિવસની મત ગણતરી પુરી થયેલ પરંતુ હજુ સુધી કોઇ ઉમેદવાર ત્રીજા નંબરે ચુંટાઇ આવેલ નથી. આજે ૯ માં દિવસે મતગણતરી ચાલી રહી છે. ત્‍યારે સાંજ સુધીમાં કોણ ઉમેદવારો ૧૯ર૯ મતોનો કવોટા પાર કરશે તેના ઉપર મીટ મંડાઇ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ ૩૦ ટકા જગ્‍યા મહિલા અનામતો માટે છે. ત્‍યારે ૩ થી ર૩ નંબર ઉપર પહોચવા ઉમેદવારો વચ્‍ચે હાલમાં બગડાના મતો ઉમેદવારો માટે નિર્ણાયક બનશે. ત્‍યારે આ નવા નિયમો મુજબ જે મહિલા ઉપર ઉમેદવારો ૪૦૦ થી પ૦૦ મતો મેળવી લેશે તેવા મહિલા ઉમેદવારોને ૧૮ થી ર૩ ના ક્રમાંકમાં સમાવેશ કરવાનો રહેશે તેવુ તજજ્ઞ વકીલો જણાવી રહયા છે.

છેલ્લી માહીતી મુજબ જે પાંચ મહિલા ઉમેદવારો માટે ઉજળા સંજોગો ઉભા થયા છે. તેમાં નિમીષાબેન, વંદનાબેન ભટ્ટ, અમૃતાબેન ભારદ્વાજ, પ્રીતીબેન જોષી અને હિરલબેન પાનવાલા માટે ઉજળા સંજોગો ઉભા થયા છે. ૧ થી ૧૮ નંબરનું ચિત્ર સ્‍પષ્‍ટ થયા બાદ ઉપરોકત પાંચ મહિલા ઉમેદવારોનો બાર કાઉન્‍સીલ સતાવાર ચુંટાયેલા ડીકલેર કરશે તેવું જાણવા મળે છે. 

સવારના ૧૧ વાગ્‍યાની સ્‍થિતિ

૩ નંબરમાં પરેશ વાઘેલા          ૧૭૮પ

૪ નંબરમાં મનોજ અનડકટ       ૧૭૪૮

પ નંબરમાં પી.ડી. પટેલ           ૧૭૩૭

૪ નંબરમાં દિલીપ પટેલ          ૧૭ર૬

એક દિવસની મત ગણતરીમાંથી માત્ર ર થી ૭ મત જ વધ્‍યા છે.

(11:37 AM IST)