News of Wednesday, 18th March 2026
શનિવારે ભુપેન્દ્રભાઈના હસ્તે યાર્ડમાં વિરાટ શેડનું ઉદઘાટન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૮: સાવરકુંડલા રોડ પર આવેલ નવા અદ્યતન માર્કેટયાર્ડ ખાતે સંસ્થા દ્વારા ખેડૂતોનાં વિશાળ હિતને ઘ્યાનમાં રાખીને નવી ખરીદ કરેલ ૨૪ એકર જમીનમાં રૂા.૫૪ કરોડનાં ખર્ચે આધુનિક સુવિધાયુક્ત એકસ્પાન્સનનું ખાતમુહુર્ત તેમજ ૨ લાખ ચો.ફુટ જગ્યામાં ગુજરાતનો સૌથી મોટા વિરાટ શેડનું નિર્માણ કરેલ જેનું લોકાર્પણ રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવશે. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કળષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદો અને ન્યાયતંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતોનાં મંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ ઉપસ્થિત રહેવાનાં છે. આ કાર્યક્રમ તા.૨૨/૦૩/૨૦૨૬ ને રવિવારનાં રોજ યોજવામાં આવેલ હતો. પરંતુ, મુખ્યમંત્રીશ્રી ની સુચના અનુસાર આ કાર્યક્રમ તા.૨૧/૦૩/૨૦૨૬ ને શનિવારનાં રોજ સવારે ૧૦ કલાકે યોજવામાં આવશે. તો અમરેલી જીલ્લાનાં તમામ ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો અને શહેરી પ્રજાજનોને સવારે ૯-૩૦ કલાકે સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટયાર્ડ ખાતે ઉદ્દઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા નમ્ર અપીલ છે. ભાવિનભાઈ જે. સોજીત્રા ચેરમેન, ચંદુભાઈ બી. પોલરા વાઈસ ચેરમેન, તુષારભાઈ એચ. હપાણી સેક્રેટરી એ જણાવ્યું છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
