<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

અમદાવાદની શાળાઓને ફરીવાર બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ

કેલોરેકસ, ઝેબર, આનંદ નિકેતન, ઝાયડસ વેજલપુર સહિતની શાળાઓને ધમકી મળીઃ શાળાઓ પર બોમ્‍બ સ્‍કવોડ અને ડોગ સ્‍કવોડ સહિતની ટીમો પહોંચી

અમદાવાદ તા. ૧૮: ગુજરાત વિધાનસભાને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતાં રાજયમાં ખળભળાટ મચી ગયો હતો. ત્‍યારબાદ હવે અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં આવેલી કેલોરેકસ, ઝેર, આનંદ નિકેતન, ઝાયડસ વેજલપુર સહિતની શાળાઓને ધમકી મળી છે. શાળાઓએ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીની જાણ કરી હતી. શાળાઓ પર બોમ્‍બ સ્‍કવોડ અને ડોગ સ્‍કવોડ સહિતની ટીમો પહોંચી તપાસ કરી રહી છે. પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ધમકી મોકલનાર વ્‍યકિતને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ રાજયમાં સુરક્ષાને લઇને વધુ ચિંતા ઉભી થઇ છે.

(2:53 PM IST)