News of Wednesday, 18th March 2026
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી કેનાલના ખાબકી
કાર ચાલકે સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો :ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ઓલપાડથી સુરત તરફ આવી રહેલી એક i20 કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં કાર ચાલકે સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. ત્યારબાદ ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી, જોકે અકસ્માત પાછળ અંધારું કે વધુ પડતી ઝડપ કારણભૂત હતી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
