<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

રાજકોટ જિલ્લાના ૧૯ ખેડૂતોને નેટ હાઉસ બનાવવા સહાય

વિધાનસભામાં ઉદય કાનગડના પ્રશ્‍નનો જવાબ

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮: આજે પ્રશ્‍નોત્તરી કાળ શરૂ થયા બાદ ભાજપના ઉદય કાનગડ દ્વારા રાજકોટ જિલ્લાના ખેડૂતોને નેટ હાઉસ બનાવવા આપવામાં આવતા પ્રોત્‍સાહન અંગે પૂછેલા પ્રશ્‍નના ઉત્તરમાં કૃષિમંત્રીએ જણાવ્‍યું હતું કે, આ હકીકત સાચી છે તા. ૩૧/૧ર/રપની સ્‍થિતિએ કુલ-૧૯ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે. અને કુલ રૂ. ર,૪૦,૬૦,પ૭૯ ની સહાય ચુકવવામાં આવી  છે. 

(2:08 PM IST)