News of Wednesday, 18th March 2026
પાટણના ચાણસ્માના ઝીલીયામાં ફાર્મ હાઉસમાં હુમલા પ્રકરણમાં ૩ આરોપી ઝડપાયાઃ ૮ પોલીસ સસ્પેન્ડ
૮ ગાડીમાં આવેલા ર૦ શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટકયા હતાઃ પોલીસની ૧૧ર જનરક્ષક વાનને નુકશાન થયું'તું

(જયંતીભાઇ ઠક્કર) પાટણ, તા., ૧૮: પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે એક ફાર્મ હાઉસ પર ૧પ થી ર૦ જેટલા શખ્સોએ હથીયાર સાથે હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દીવાલ પર તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. બે ફરીયાદ નોંધાઇ છે. તેના આધારે પોલીસે ૩ શખ્સ અને એક ગાડીને ડીટેઇન કરી છે. મંદીરના ફાળા ઉઘરાવવા મુદ્દે મનદુઃખના કારણે આખો બનાવ બન્યો હોવાનું માનવામાં આવે છે.
ઝીલીયા ગામના રબારીવાસમાં રહેતા અને પાટણ ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રોનકકુમાર દિનુભાઈ દેસાઈએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત ૧૫ માર્ચ, ૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે ૧૧:૪૫ વાગ્યે જ્યારે ફરિયાદી મહેસાણા હતા, ત્યારે તેમના ફાર્મ હાઉસ પર હાજર માણસે ફોન કરીને હુમલાની જાણ કરી હતી.માણસે જણાવ્યું કે કેટલાક ઈસમો ગેટ પાસે આવી ભાવેશભાઈને ગાળો આપી ધમકીઓ આપી રહ્યા છે. આ ઘટનાની જાણ ૧૧૨ પોલીસ વાનને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જોકે, પોલીસની હાજરી છતાં હુમલાખોરો તોડફોડ કરીને નાસી છૂટયા હતા.
બીજે દિવસે સવારે ફરિયાદીએ ફાર્મ હાઉસ પર જઈને જોતા ગેટ અને દીવાલ પરની ડિઝાઈનમાં તોડફોડ થયેલી જોવા મળી હતી. ગેટ પર લગાવેલ ગંગામાનો કાચની ફ્રેમવાળો ફોટો પણ તોડી નાખવામાં આવ્યો હતો. ફાર્મ હાઉસમાં લાગેલા ઈઈઝટ કેમેરાના ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે, આશરે ૮ જેટલી ગાડીઓમાં ૧૫ થી ૨૦ જેટલા ઈસમો ધારીયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવ્યા હતા. આ શખ્સોએ ગેટ પર પથ્થરમારો કરી હથિયારો વડે તોડફોડ કરી હતી અને ભાવેશભાઈને જાનથી મારી નાખવાની બૂમો પાડી હતી. સીસીટીવી ફૂટેજના આધારે મુડેઠા ગામના જીતુભા, વામૈયા ગામના જહુભા અને દલપુજી નામના શખ્સોની ઓળખ થઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, ભાવેશભાઈ બળદેવભાઈ દેસાઈ ના નામનો ઉપયોગ કરી જીતુભા મુડેઠાવાળો ખોટી રીતે બદનામ કરતો હોવાથી રાખેલી અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.ચાણસ્મા પોલીસે આ મામલે રાયોટિંગ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ જીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈની ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવેલી હતી કે તેમના ફાર્મ હાઉસ ઉપર કેટલાક ઈસમો હુમલો કરવા માટે આવનાર છે. આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની ૧૧૨ ની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળ ઉપર પહોંચતા ત્યાં કોઈ પણ ઈસમો મળી આવેલા નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં ૧૧૨ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડીએ ત્યાં હોલ્ટ રાખેલો હતો. આ હોલ્ટના ૧૫થી ૨૦ મિનિટ બાદ અચાનક પથી ૬ ગાડીઓ અને કેટલાક ઈસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. ઘટનાસ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ (પથ્થરમારો) ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા. ચાણસ્માના ઝીલીયામાં ગત રોજ થયેલ હુમલા પ્રકરણમાં પોલીસે કડક કાર્યવાહી કરીને સ્થળ છોડીને ભાગી જનાર પીઆઇ આર.એચ.સોલંકી, એએસઆઇ હરેશભાઇ અરજણભાઇ હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર મોહનલાલ , પ જીઆરડી જવાનોને ફરજ મોકુફ કરાયા છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
