<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

સુરતના લસકાણાના યુવક સાથે લગ્ન કરી ભાગી ગયેલ લૂંટેરી દૂલ્હન : જસદણમાં બીજા પતિ સાથે ઝડપાઈ

મહિલાએ સોશિયલ મીડિયામા બીજા લગ્નના ફોટા મુકતા ભાંડો ફૂટ્યો: લસકાણા પોલીસે મહિલાની ધરપકડ કરી પૈસા લઇ જનાર દલાલને વોન્ટેડ જાહેર કર્યો

સુરત શહેરના લસકાણામા લૂંટેરી દુલ્હન ઝડપાઈ છે. સુરતના લસકાણામા રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. દલાલ હસ્તક લગ્ન કરતા 1.70 લાખ મેળવ્યા હતા. ત્યારબાદ રાજકોટ ખાતે સબંધીની ખબર કાઢવા જવા નીકળી હતી. થોડા દિવસમાં રાજકોટના જસદણ ખાતે અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ સોશિયલ મીડિયામા બીજા લગ્નના ફોટા મુકતા ભાંડો ફૂટ્યો હતો . પહેલા પતિને જાણ થતા લસકાણા પોલીસમા ફરિયાદ નોંધાવી હતી . લસકાણા પોલીસે જસદણ ખાતેથી મહિલાની ધરપકડ  કરી હતી લસકાણા પોલીસે મહિલાની ધરપકડ કરી પૈસા લઇ જનાર દલાલને વોન્ટેડ જાહેર કર્યો હતો લસકાણા પોલીસ દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

 

(6:17 PM IST)