<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ડભોઇ માર્ગ મકાનની મહેરબાની પોઇચા બ્રીજ પરથી 40 ટનની ટ્રકો પસાર થાય પણ 5 ટનની બસ માટે પ્રતિબંધ

પોઇચા રંગ સેતુ બ્રીજ પર લગાવેલી મોટી ગડરો હટાવી લેવાઈ : પ્રજા માટે એસ.ટી વિભાગ બસ સેવા જાતે શરૂ કરે એવી માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળાથી વડોદરા જવા મુખ્ય એવો પોઇચા ખાતે નર્મદા નદી પરનો રંગસેતુ બ્રીજ  છેલ્લા છ મહિનાથી મોટા અને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.જેમાં રાજપીપલા વડોદરા અને અમદાવાદ ની એસટી બસો પણ બંધ કરવામાં આવી છે એટલે ફરીને તિલકવાડાથી બસો જતી હોય અપડાઉન કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ને બસમાં ફરીને વધુ સમય અને વધુ ભાડું ખર્ચીને મુસાફરી કરવી પડી રહી છે. ત્યારથી અત્યાર સુધી રાજપીપળા સહીત 30 થી વધુ ગામો તિલકવાડા ફરીને જતા હોય  લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, રજૂઆતો કરી ને થાકી ગયા પરંતુ ડભોઇ માર્ગ અને મકાન વિભાગની વ્હાલા દવલાની નીતિને લઈને આજે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

પોઇચાથી ડભોઇનો ફોર લેન રસ્તો બનતો હોય આ રંગ સેતુ બ્રીજ ને લઈને  કોન્ટ્રાક્ટરને મુશ્કેલી થતી હતી જેથી તેમને માર્ગ મકાન વિભાગના આધિકારીઓ પાસે 11 ટ્રકો પસાર થવા દેવાની મંજૂરી માંગી અને માર્ગ મકાન વિભાગ ની મહેરબાની જુઓ આ હજારો લોકોની યાતના ના સાંભળી બસોને પરમિશન ના આપી પણ કોન્ટ્રાકટર ની 35 થી 40 ટન વજન લઈને જતી ટ્રકો ને મંજૂરી આપી માટે આ કામગીરીની ટીકાઓ થતા માર્ગ મકાન વિભાગ ડભોઇ એ ફરી ભારે ગડરો નીચે લગાવી સદંતર મોટા વાહનોની અવર જવર બંધ થઇ છે. પુનઃ રોડના કોન્ટ્રાક્ટરને તકલીફ પડી એટલે ફરી માર્ગ મકાન વિભાગ વિભાગ પાસે જતા આધિકારીઓ કોન્ટ્રાકટર પર મહેબાન થયા અને આ વખતે તો ગડરો હટાવી જ દીધી એટલે જેટલી મોટી ટ્રક કોન્ટ્રાક્ટરો એ પસાર  કરવી હોય એટલી કરી શકે પરંતુ જો બ્રીજ તૂટે તો જવાબદાર કોણ,   ડભોઇ માર્ગ મકાન ની મહેરબાની પોઇચા બ્રીજ પરથી 40 ટનની ટ્રકો પસાર થાય પરંતુ 5 ટનની બસ માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે કેમ માર્ગ મકાન વિભાગ જેમ પ્રતિબંધ કરાવ્યો તેમ હટાવી દેતા નથી. પોઇચા બ્રીજ પરથી એસ.ટી બસો બે રોકટોક જાય એવી માંગ ઉઠી છે

(12:58 AM IST)