News of Thursday, 19th March 2026
૨૧ દિવસના શૈક્ષણિક મહાકુંભ સમાન પરીક્ષા પૂર્ણ
૨૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલી પરીક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધોઃ વિદ્યાર્થીઓ માટે વેકેશનનો માહોલ : વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૬ માર્ચે પૂર્ણ થઈ હતી, બુધવારે ધો.૧૦, ૧૨ સામાન્ય પ્રવાહની પૂર્ણ થઈ

અમદાવાદ તા.૧૯: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત પૌરણ-૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષા બુધવારે વિધિવત રીતે પૂર્ણ થઈ છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા આ રશૈક્ષણિક મહાકુંભમાં રાજ્યના અંદાજે ૧૫.૨૮ લાખ વિદ્યાર્થીએ પોતાની કારકિર્દીની મહત્ત્વની પરીક્ષા આપી હતી. બુધવારે અંતિમ પેપર પૂર્ણ થતાં જ પરીક્ષા કેન્દ્રોની બહાર વિદ્યાર્થીઓના ચહેરા પર રાહત અને આનંદની લાગણી જોવા મળી હતી.
રાજ્યમાં ૨૬ ફેબ્રુઆરીથી પોરણ-૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષા શરૂ થઈ હતી. આ પરીક્ષાઓમાં પોરણ-૧૦ના ૯.૦૭ લાખ અને પોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૫.૦૧ લાખ વિદ્યાર્થી માટે બુધવારે છેલ્લો દિવસ હતો. જ્યારે પોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૬ માર્ચના રોજ જ પૂર્ણ થઈ ગઈ હતી. રાજ્યભરના ૧૭૦૧ સેન્ટરો અને ૫૫૬૫ સ્કૂલોમાં યોજાયેલી આ પરીક્ષામાં છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ ખુશખુશાલ બહાર નિકળ્યા હતા. આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. ૫૩,૭૬૪ વર્ગખંડો ઘ્ઘ્વ્સ્ કેમેરાથી સજ્જ હતા. પ્રશ્નપત્રોના ટ્રેકિગ માટે લોન્ય કરાયેલી ખાસ એપ્લિકેશનને કારણે પેપર લીક જેવી ઘટનાઓ પર રોક લગાવી શકાઈ છે. મોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, છૂટાછવાયા ચોરીના કેસો સિવાય સમગ્ર રાજ્યમાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. પરીક્ષાઓ પૂર્ણ થતાં હવે શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
