<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ધરતી છોડીને આપણા માટે ગીતોનું સ્વર્ગ મૂકી ગયા આશા ભોંસલે : ઓ સાથી રે... તેરે બિના ભી ક્યા જીના...... : આશાજીએ પરિવારની ઇચ્‍છા વિરુદ્ધ લતાજીના પી.એ. ગણપતરાવ ભોંસલે સાથે લગ્ન કર્યા હતા. પતિના પરિવારના ખરાબ વર્તનને કારણે તેણીને બે બાળકો અને ત્રીજા ગર્ભમા રહેલ બાળક (આનંદ) સાથે ઘર છોડવું પડ્‍યું. *લતા મંગેશકરે તેમની સાથેના બધા સંબંધો તોડી નાખ્‍યા હતા અને લગ્ન પછી ઘણા વર્ષો સુધી તેમની બોલવાનું પણ બંધ કરી દીધુ હતું.! *આશા ભોંસલેની એક સમસ્‍યા ‘મરાઠી-મિશ્રિત હિન્‍દી' અને ઉચ્‍ચારણની હતી. લતાજીએ જેટલી મહેનત કરી હતી તેટલી તેણીએ ઉર્દૂ સુધારવા માટે મહેનત કરી ન હતી. *રસોઇના શોખીન આશાજીની ‘આશા'સ નામની રેસ્‍ટોરન્‍ટ્‍સની ચેઈન દુબઈ, કુવૈત અને બર્મિગહામ જેવા શહેરોમાં ખૂબ પ્રખ્‍યાત છે. *બોલિવૂડમાં પણ અનેક કલાકારો તેમના હાથના ‘કઢાઈ ગોશ્‍ત' અને ‘બિરયાની' ના દીવાના છે. *અશાજી લતા મંગેશકર અને ગુલામ અલી જેવા ગાયકોની મિમિક્રી અદભૂત કરતા. *આશાજીએ ૭૯ વર્ષની ઉંમરે ફિલ્‍મ ‘માઈ' (૨૦૧૩) થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, જ્‍યાં તેમણે અલ્‍ઝાઈમરના દર્દીની ભૂમિકા ભજવી હતી. *આશાજી માટે ગુજરાત માત્ર એક રાજ્‍ય નહોતું, પણ તેમનું મોસાળ હતું. *તેણીએ ઓસ્‍ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લી સાથે યુ આર ધ વન ફોર મી ગીત પણ ગાયું હતું. આ ગીત આઇસીસી ચેમ્‍પિયન્‍સ ટ્રોફી દરમિયાન ખૂબ જ લોકપ્રિય થયું હતું. *આશાજીએ આશંકા વ્‍યક્‍ત કરી હતી કે AI સંગીતની સર્જનાત્‍મકતાને અવરોધી શકે છે અને ઉભરતી પ્રતિભા માટે ખતરો ઉભો કરી શકે છે. તેમણે કહેલું કે AI સાધનોથી ગાયકની ઓળખનું શોષણ થાય છે.11:00 AM IST

દેશનો પ્રથમ ગ્રીન કોરિડોર મુંબઈમાં બનાવેલ, ૨૦૧૮ સુધીમાં દેશમાં ૧૦૦થી વધુ કોરીડોર હાલ કાર્યરત છે : ૧૪૨ લોકોને નવું જીવન ગ્રીન કોરિડોરથી સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માનવીય અભિગમથી મળ્‍યુ છે તેવા સંજીવનીરૂપ ગ્રીન કોરિડોર છે શું? જાણવા જેવી રસપ્રદ કથા : હર્ષભાઈ સંઘવી સીપી અનુપમસિંહ ગેહલોત ટીમના જે સંજીવની (ગ્રીન કોરિડોરના કાર્યથી પ્રભાવિત થયા છે , તેના આંકડા પણ આફ્રિન પોકારી જવાય તેવા છે. હદય માત્ર ૪૯ કોરિડોર, ફેફસાં માટે ૨૦, કીડની માટે ૪૩, યકળત માટે ૧૩ કિડની માટે વિશાળ વ્‍યવસ્‍થા ઉભી થયેલ છે.આનો યશ વર્તમાન પોલીસ કમિશનર સાથે પૂર્વ પોલીસ કમિશનર અજય કુમાર તોમરને પણ જાય છે : ગ્રીન કોરિડોરના ફાયદાઃ અંગોને ઝડપથી પહોંચાડી શકાય છે, જેથી દર્દીઓને નવું જીવન મળી શકે, ટ્રાફિક જામને ટાળી શકાય છે, જેથી અંગોને સુરક્ષિત રીતે પહોંચાડી શકાય.અંગદાનની પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે, જેથી વધુ લોકોને લીફટ મળી શકે. ગ્રીન કોરિડોર કેવી રીતે બનાવવામાં આવે છે? ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગને સ્‍પષ્ટ કરવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલોને બંધ કરવામાં આવે છે.અંગોને લઈ જતી એમ્‍બ્‍યુલન્‍સને પ્રાથમિકતા આપવામાં આવે છે, માર્ગમાં પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવે છે 2:09 PM IST