<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ગીર અભયારણ્‍યમાં ૨ વર્ષમાં ૧૭ લાખ પ્રવાસી ઊમટયા

સૌરાષ્ટ્રનું ‘ગીર' બન્‍યું ગુજરાતનું ‘હીર'

અમદાવાદ,તા.૧૯: રાજ્‍યમાં વન્‍ય પ્રાણીઓના સંરક્ષણ માટે સરકાર મહામહેનત કરી રહી છે, જેનું પરિણામ અનેક વન્‍યસ્‍થળો-અભયારણ્‍યોને જોવા મોટી સંખ્‍યામાં હવે પર્યટકો ઉમટી પડે છે. સૌરાષ્ટ્રના ગીરની જ વાત કરીએ તો વહીવટી પ્રશાસન માટે મસમોટી આવકનું સાધન બન્‍યું છે, જેનો ઉલ્‍લેખ સરકારે વિધાનસભામાં કર્યો હતો.

ગીર અભયારણ્‍ય માત્ર સિહો જ નહીં, પરંતુ વન્‍ય જીવવિવિધતા માટે પણ જાણીતું છે. અહીં પ્રવાસીઓને સિહ અને દીપડા ઉપરાંત સાબર, ચિત્તલ અને હરણની વિવિધ પ્રજાતિઓ નીહાળવા મળે છે. ઉપરાંત અહીં અંદાજે ૩૭૫ જેટલી પક્ષીની  વિવિધ પ્રજાતિઓ વસવાટ કરે છે. ગુજરાત વિધાનસભામાં માંગરોળના ધારાસભ્‍ય ભગવાનજીભાઈ કરગટીયાએ ગીર અભયારણ્‍યા ખાતે લીધેલી મુલાકાતનો પ્રશ્ન પૂછ્‍યો હતો.

તેમણે પૂછ્‍યું હતું કે ૩૧-૧૨-૨૦૨૫ની સ્‍થિતિએ છેલ્‍લા બે વર્ષમાં ગીર અભ્‍યારણ્‍યની કેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી, જ્‍યારે આ મુલાકાત દરમિયાન પર્યટકો માટે કેટલી પરમિટ ઈસ્‍યૂ કરવામાં આવી  અને કેટલી આવક થઈ?

આ સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્‍યું હતું કે ૩૧-૧૨-૨૦૨૫ની સ્‍થિતિએ વર્ષ-૨૦૨૪ દરમિયાન - ૮,૫૯,૨૬૨  તેમ જ વર્ષ-૨૦૨૫ દરમ્‍યાન ૯,૨૮,૪૧૬ મુલાકાતીઓએ સાસણગીર ખાતે ગીર અભયારણ્‍યની મુલાકાત લીધી હતી. બે વર્ષમાં કુલ ૧૭,૮૭,૬૮૭ પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી. 

વર્ષ ૨૦૨૪ દરમિયાન કુલ ૧,૪૫,૨૧૪ મુલાકાતીઓ માટે અને વર્ષ-૨૦૨૫ દરમિયાન ૧,૫૪,૫૧૫ મુલાકાતીઓ માટે પરમીટ ઇસ્‍યુ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪માં કુલ રૂ. ૧૬.૬૬ કરોડ અને વર્ષ-૨૦૨૫માં રૂ. ૧૭.૯૮ કરોડની આવક થઈ હતી.

 

(10:23 AM IST)