<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ખરાબ હવામાનના કારણે ભુપેન્‍દ્રભાઈ પટેલનો જામનગર પ્રવાસ રદઃ વિડીયો કોન્‍ફરન્‍સથી ખાતમુહુર્ત-લોકાર્પણ

હાપા એપીએમસી ખાતે ખેડૂતોને સંબોધનઃ ટાઉનહોલ ખાતેથી વિકાસકાર્યોની ભેટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા., ૧૯: મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ આજે જામનગર ખાતે ઉપસ્‍થિત રહીને વિકાસકાર્યોની ભેટ આપવાના હતા પરંતુ ખરાબ હવામાનના કારણે હેલીકોપ્‍ટર ગાંધીનગરથી ટેક ઓફ કરી શકે તેમ ન હોવાથી તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્‍યો છે. હવે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ગાંધીનગરથી વર્ચ્‍યૂઅલ માધ્‍યમથી જોડાઇને વિકાસકાર્યોની ભેટ આપી છે.

હાપા એ.પી.એમ.સી. ખાતે ખેડૂતો માટે રૂ.૮૫ લાખના ખર્ચે એ.સી. કેન્‍ટીન બનાવવામાં આવ્‍યું છે. જ્‍યાં ખેડૂતોને ૩૫ રૂપિયાના નહિવત દરે શુદ્ધ ભોજન મળશે. અને રૂ.૬૫ લાખના ખર્ચે ગેસ્‍ટહાઉસ બનાવવામાં આવ્‍યું છે. જેનું મુખ્‍યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્‍યું છે.

આ કામોમાં મુખ્‍યત્‍વે પાયલોટ બંગલોથી પંચવટી સુધીના રસ્‍તાને ગૌરવપથ-કમ્‍પલીટ સ્‍ટ્રીટ તરીકે ડેવલોપ કરવાનું કામ,બબરઝર સરકારી માધ્‍યમિક શાળા અને કે.ડી.વી.માધ્‍યમિક શાળા જોડિયા,૬૬ કેવી ફલ્‍લા, સણોસરા સબ સેન્‍ટર,નવા ધુનિયા સબ સેન્‍ટર,ચેલા સબ સેન્‍ટર,પીપર સબ સેન્‍ટર, અમૃત ર.૦ યોજના હેઠળ 30MLD ક્ષમતાનો સ્‍યુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ,પાઈપલાઈન નેટવર્ક, રોડ રી-કાર્પેટીંગના કામોનો સમાવેશ થાય છે.

જામસાહેબશ્રી શત્રુશલ્‍યસિંહજી દ્વારા ૧૬૦૬૬ ચો.મી. જગ્‍યા જામનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનને લોકાપયોગી ઓકસીજન પાર્ક બનાવવાના હેતુસ૨ આપવામા આવેલ છે. અહી આશરે ૧૦૦થી વધુ વક્ષો આવેલા છે. જેને નુકશાન પહોચાડ્‍યા વગર આ પાર્કમા ''યોગીક ચક્રની થીમ''  આધારિત વોકિગ ટ્રેક વાળા પાર્કનુ ડેવલોપમેન્‍ટ ક૨વામાં આવશે

ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, ગુલાબનગર ખાતે હાલમાં કુલ-૦૪ ટ્રેડમાં ૧૨ બેચ કાર્યરત છે. જેની કુલ-૨૬૪ મંજૂર બેઠકો ઉપર ૧૨૩ તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. રૂ.૯૮૧ લાખના ખર્ચે નવું મકાન ઉપલબ્‍ધ થતાં સંસ્‍થા ખાતે ૦૯ ક્‍લાસરૂમ, ૧૪ વર્કશોપ અને ઓડિયો-વિઝ્‍યુઅલ રૂમ, પ્‍લેસમેન્‍ટ કાઉન્‍સેલિગ રૂમ, આઈ.ટી. લેબ, લાઇબ્રેરી અને કેન્‍ટીન જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ થશે.

સંસ્‍થા ખાતે હાલ કોમ્‍પ્‍યુટર ઓપરેટર એન્‍ડ પ્રોગ્રામિગ આસિસ્‍ટંટ, વાયરમેન, ફિટર, મિકેનિક ડિઝલ જેવા ટ્રેડ કાર્યરત છે તેમજ ઔદ્યોગિક એકમોની જરૂરિયાત મુજબ નવું મકાન ઉપલબ્‍ધ થયેથી ભવિષ્‍યમાં ઇલેક્‍ટ્રીશિયન, વેલ્‍ડર, સોલાર ટેકનીશીયન જેવા નવા ટ્રેડ શરૂ કરવાનું તથા કોમ્‍પ્‍યુટર ઓપરેટર એન્‍ડ પ્રોગ્રામિગ આસિસ્‍ટંટ તથા વાયરમેન ટ્રેડમાં બેઠકો વધારવાનું આયોજન છે. જે ધ્‍યાને લેતાં ભવિષ્‍યમાં જામનગર જિલ્‍લા તથા આસપાસના વિસ્‍તારના ૩૫૦ થી વધારે ભાઈઓ-બહેનોને તાલીમનો તથા સરકારની વિવિધ યોજનાઓનો લાભ  મળ્‍યો છે.(૪.૯)

 

(1:36 PM IST)