<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

પરિવર્તનનો શંખનાદઃ વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

લોકશાહી બચાવવા - સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશેઃ અમિત ચાવડા આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છેઃ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી, પ્રદેશ ખજાનચી-નેશનલ કાઉન્‍સીલ મેમ્‍બર સી.એ. જયદીપભાઈ પંડ્‍યાના પ્રહારો

રાજકોટ, તા.૧૯: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્‍યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્‍ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્‍મક એજન્‍ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને  આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્‍માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ.

સી.એ. જયદીપભાઈ પંડ્‍યા,  ભાવેશભાઈ કાતરિયા,  નારાયણભાઈ કાનાણી,  વજાભાઈ બી. આહિર,  બાબુભાઈ હુંબલ,  વિરમભાઈ જે. આહિર,  હમીરભાઈ આહિર સહિત મોટી સંખ્‍યામાં કાર્યકર્તા-આગેવાનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે, દિલ્‍હીથી આવેલા આપના નેતાઓ માત્રને માત્ર જાણે ભાજપના સમર્થનમાં આદેશો આપતા હોય તેવા વારંવાર અનુભવો થતાં હતા. અંતે સત્‍યનું જ્ઞાન થતાં કોંગ્રેસ એક માત્ર સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને ભાજપના તાનાશાહી શાસનને પડકારી શકવા સક્ષમ છે તથા ભાજપના ભય, ભુખ અને ભ્રષ્ટાચારની નીતિ સામે ટક્કર લઈ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે અને અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્‍ધ રહીશું.

રાજીવ ગાંધી ભવન ખાતે ઉપરોક્‍ત કાર્યક્રમમાં પ્રદેશ અગ્રણી અને વરિષ્ઠ આગેવાન  કુલદીપ શર્મા, મીડીયા કન્‍વીનર અને પ્રવક્‍તા ડાઙ્ઘ. મનિષ દોશી, મીડીયા કોકન્‍વીનર અને પ્રવક્‍તા હેમાંગ રાવલ, પ્રવક્‍તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડો. હિરેન બેંકર, ડો. અમિત નાયક અને આગેવાનશ્રી કરસનદાસ બાપુ (ભાદરકાવાળા) સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.      

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો અને સામાજીક અગ્રણી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે.જેમા સી.એ. જયદીપભાઈ પંડ્‍યા(પૂર્વ પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી,પૂવ પ્રદેશ ખજાનચી, આમ આદમી પાર્ટી નેશનલ કાઉન્‍સીલ મેમ્‍બર, આમ આદમી પાર્ટી),ભાવેશભાઈ કાતરિયા(સ્‍ટેટ જોઈન્‍ટ સેક્રેટરી, આમ આદમી પાર્ટી) નારાયણભાઈ કાનાણી(સામાજીક આગેવાન તથા ૧૩ વર્ષથી મુદ્રા બાર એસોસીએશનના બિનહરીફ પ્રમુખ)

વજાભાઈ બી.આહિર(રાધનપુર વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી), બાબુભાઈ હુંબલ(તાલુકા કિસાન સેલ પ્રમુખ તથા પૂર્વ તાલુકા પ્રમુખ, આમ આદમી પાર્ટી), વિરમભાઈ જે. આહિર(તાલુકા પંચાયત ઈન્‍ચાર્જ, આમ આદમી પાર્ટી) હમીરભાઈ આહિર(તાલુકા પંચાયત પ્રભારી, આમ આદમી પાર્ટી)નો સમાવેશ થાય છે.તેમ મીડીયા કોર્ડીનેટર અને પ્રવક્‍તા હેમાંગ રાવલની યાદીમાં જણાવાયું છે.

(10:59 AM IST)