News of Thursday, 19th March 2026
રાહુલ ગાંધી સોમવારે ગુજરાતના પ્રવાસે
વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે

અમદાવાદઃ તા. ૧૯, લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા ગુજરાત આવશે.
રાહુલ ગાંધીનો ર૩ માર્ચના ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. તેઓ વડોદરામાં યોજાનારા આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે, તેમજ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરશે.
આ કાર્યક્રમ થકી તેઓ આદિવાસ વોટબેંકને મજબૂત કરવાનો પ્રયાસ કરશે. રાહુલ ગાંધી એવા સમયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જયારે રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું રણશીંગુ ફૂકાયું છે.
ચુંટણીની તારીખ જાહેર થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. અને રપ માર્ચે વિધાનસભા સત્ર પૂરૂ થઇ રહ્યું છે. ત્યારબાદ ર૬ માર્ચના રોજ ચુંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના શિડયુલ અંગે જાહેરાત થઇ શકે છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
