News of Thursday, 19th March 2026
કરાંચી પાસે મજબૂત કન્વેક્શન સિસ્ટમ્સ સક્રિય : આગામી કલાકોમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં તોફાની માવઠું, ગાજવીજ સાથે કરા પડવાની આગાહી
આ સિસ્ટમ્સની સૌથી વધુ અસર કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં થશે

(જયેશ ભટાસણા), ટંકારા : ગુજરાતના હવામાન વિષયક સચોટ અને વિગતવાર આગાહી આપતા યુવા વેધરમેન ઉત્તમ માળીએ રાજ્ય માટે અત્યંત મહત્વની ચેતવણી જારી કરી છે. કરાંચીની નજીક દરિયાઈ પટ્ટી પર ખૂબ જ મજબૂત કન્વેક્શન (Convection) સિસ્ટમ્સ સક્રિય થઈ છે, જે સતત ઉર્જા મેળવીને વધુ તીવ્ર અને શક્તિશાળી બની રહી છે. આ સિસ્ટમ્સ આગળ વધતાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં તોફાની માવઠું મંડાવાની પ્રબળ શકયતા છે.
ઉત્તમ માળીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ્સની અસર સૌથી વધુ કચ્છ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે આકાશમાં કડાકા-ભડાકા ઝંઝાવાતી પવન : કલાકના ૩૦ થી ૬૦ કિમી અથવા તેનાથી વધુ ઝડપે ફૂંકાતા પવન અચાનક ભારે વરસાદના ઝાપટાં અમુક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના (ખેતરમાં ઉભેલા પાક માટે અત્યંત નુકસાનકારક) સમય અને દિશા આ સિસ્ટમ આજે બપોરે ૩ વાગ્યા પછીથી સાંજ સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરશે. સૌ પ્રથમ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર શરૂ થશે અને ત્યારબાદ તે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
