News of Thursday, 19th March 2026
પ્રાંતિજ નગરપાલિકા આયોજીત સ્વદેશી મેળામાં ભારે પવનના કારણે મંડપ ઉડી ગયો: ખુરશીઓ પણ તૂટી
સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પ્રશ્નો ઊભા થતા તપાસની માંગ

સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં ભારે પવનના કારણે મંડપ ઉડી જવાની ઘટના સામે આવી છે, જેના પગલે પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે. મંડપ ધરાશાયી થતાં ખુરશીઓ પણ તૂટી ગઈ હતી. વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેળામાં એક પણ સ્વદેશી ઉત્પાદક કે સામાન હાજર નહોતો અને માત્ર મંડપ તૈયાર કરીને દેખાડો કરવામાં આવ્યો હતો. ખાલી મંડપ બનાવી ભ્રામક પ્રચાર કરાયો હોવાનો દાવો પણ ઉઠ્યો છે. આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પ્રશ્નો ઊભા થતા તપાસની માંગ ઉઠી રહી છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
