News of Thursday, 19th March 2026
અમદાવાદમાં એડિશનલ સિટી સિવિલ કોર્ટને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશિષ્ટ કોર્ટ તરીકે જાહેર કરાઈ
વિશિષ્ટ કોર્ટમાં હવે ફક્ત NIA દ્વારા નોંધાયેલા કેસોની જ સુનાવણી થશે:આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મામલાઓમાં ઝડપી અને અસરકારક ન્યાય મળી શકશે

અમદાવાદમાં એડિશનલ સિટી સિવિલ કોર્ટને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશિષ્ટ કોર્ટ તરીકે જાહેર કરવામાં આવી છે, જે ભારત સરકારના ગેઝેટ નોટિફિકેશન દ્વારા અમલમાં આવી છે. દેશમાં NIAની માત્ર ત્રણ વિશિષ્ટ કોર્ટોમાં હવે અમદાવાદનો પણ સમાવેશ થયો છે. આ વિશિષ્ટ કોર્ટમાં હવે ફક્ત NIA દ્વારા નોંધાયેલા કેસોની જ સુનાવણી થશે, જેના કારણે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મામલાઓમાં ઝડપી અને અસરકારક ન્યાય મળી શકશે. સિવિલ કોર્ટના અધિક મુખ્ય ન્યાયાધીશને આ વિશિષ્ટ NIA કોર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે અમદાવાદમાં NIAની શાખા 2022થી કાર્યરત છે, અને હવે વિશિષ્ટ કોર્ટની સ્થાપનાથી તપાસ અને ન્યાય પ્રક્રિયામાં વધુ ગતિ આવશે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
