News of Thursday, 19th March 2026
અમદાવાદના હવામાનમાં અચાનક પલટો:ભારે પવન ફુંકાયો :હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો
શહેરભરમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી :ઉજાલા અને વણઝર વિસ્તારમાં પવનના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતાં લાઈટો ગુલ

અમદાવાદ: શહેરમાં આજે હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો અને શહેરમાં હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો વહેલી સવારથી જ શહેરભરમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. ભારે પવનના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડી જવાની ઘટનાઓ પણ સામે આવી. ઉજાલા અને વણઝર વિસ્તારમાં પવનના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતાં લાઈટો ગુલ થઈ ગઈ હતી. તેમ છતાં ઠંડા પવનના કારણે નાગરિકોને તાપમાનમાં રાહત મળી અને ગરમીમાંથી થોડોક આરામ અનુભવાયો હતો :.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
