<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો

પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, ડીસા, વડગામ અને દાંતા સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ: ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, ડીસા, વડગામ અને દાંતા સહિતના તાલુકાઓમાં અચાનક બદલાયેલા હવામાનથી વરસાદી માહોલ સર્જાયો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ છે, કારણ કે ખેતરોમાં તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

(2:09 PM IST)