<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

પાવાગઢ ડુંગર ઉપર ભારે પવનના કારણે રોપ વે સેવા બંધ

ભારે પવન અને ઘન ધુમ્મસનું વાતાવરણ સર્જાયું: ઠંડાગાર પવનની લહેરો વચ્ચે ડુંગર પર દૃશ્યતા પણ ઘટી ગઈ

પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જેમાં ભારે પવન અને ઘન ધુમ્મસનું વાતાવરણ સર્જાયું હતું. ઠંડાગાર પવનની લહેરો વચ્ચે ડુંગર પર દૃશ્યતા પણ ઘટી ગઈ હતી. ભારે પવનને કારણે રોપ-વે સેવા છેલ્લા એક કલાકથી વધુ સમયથી બંધ રાખવામાં આવી, જેના પરિણામે દર્શનાર્થીઓને પગપાળા ચઢાણનો વિકલ્પ અપનાવવો પડ્યો હતો. આ બદલાયેલા હવામાનને કારણે યાત્રાળુઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

(2:22 PM IST)