<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

જોજો, તહેવારોની ઉજવણીમાં કોઈ ગરબડ ન થાય... ડો. કે. એલ. એન રાવ

ઇદ, ચેટીચાંદ,હનુમાન જયંતિ સહિતના તહેવારોમાં ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ સીપી, રેન્‍જ વડા, જીલ્લા પોલીસવડા સાથેની વિડિઓ કોન્‍ફરન્‍સમાં મુખ્‍ય પોલીસ વડા દ્વારા એડવાયઝરી જાહેર તમામ ડીસીપી, એસપી દ્વારા જાતે પેટ્રોલિંગ કરવા, રૂટ નિરીક્ષણ કરવા, આયોજકો સાથે બેઠક યોજી તમામ વિગતો મેળવવી : IB દ્વારા મળેલ ઇનપુટ આધારે બંદોબત રણનીતિ તૈયાર કરવા પણ પોલીસ મહાનિર્દેક્ષક દ્વારા આદેશ અપાયા ભૂતકાળમાં રામનવમી, ગણપતિ ઉત્‍સવ સમયે આસામાજિક તત્‍વો દ્વારા થયેલ ગરબડોનું પુનરાવર્તન ન થાય તે માટે ગુપ્તચર વડા અશોક યાદવ દ્વારા સાવચેતીના સૂરો છેડાયાઃ લો એન્‍ડ ઓર્ડર હેડ રાજકુમાર પાંડિયન દ્વારા પણ કાયદો વ્‍યવસ્‍થા ચુસ્‍ત રહે તે માટે સૂચનો આપ્‍યા પાટણમાં અસમાજિક તત્‍વો દ્વારા પોલીસને ભગાડવાની ઘટનામાં મુખ્‍ય પોલીસવડા આકરા પાણીએ, પોલીસ ફોર્સ ઓછો હોય તો તુરંત જાણ કરી LCB, SOG મોકલી એ સમયે જ ખો ભૂલી જાય તેવી કાર્યવાહી પર ભાર મૂકયો....

રાજકોટ, તા.૧૯:  આગામી ઇદ, ચેતી ચાંદ,હનુમાન જયંતી શુભા યાત્રા જેવા ધાર્મિક તહેવારો અંતર્ગત ભૂતકાળની કોઈ ભૂલો કે બેદરકારીનુ કોઈપણ સંજોગોમાં પુનરાવર્તન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે મુખ્‍ય પોલીસ વડા દ્વારા યોજવામાં આવેલ વીડિયો કોન્‍ફરન્‍સ દ્વારા કડક સૂચના આપવા સાથે ડો કે.એલ.એન રાવ દ્વારા પોતાના અનુભવ આધારે કેટલીક  ગાઈડ લાઈને આપી તેની અમલવારી કરવા પણ સ્‍પષ્ટ સૂચના પાઠવી હોવાનું સૂત્રો જણાવે છે. રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન અને ઇન્‍ટિલિજન્‍સ વડા અશોક કુમાર યાદવની ઉપસ્‍થિતિમાં મળેલ બેઠકમાં પોલીસ કમિ‘રના માર્ગદર્શનમાં તમામ ડીસીપી દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવું, શોભા યાત્રાના રૂટ પર સતત નિરીક્ષણ કરવું. અને એ વિસ્‍તારના અસમાજિક તત્‍વોને કંટ્રોલમાં રહે ત તેની પૂરતી કાળજી રાખી, ભૂતકાળમાં તહેવારો દરમિયાન ગરબડ કરેલ હોય તેમની ગતિવિધિ પર બાજ નજર રાખવા સાથે જરૂર જણાયે અટકાયતી પગલાઓ લેવા.  જીલ્લા સ્‍તરે દરેક એસપી દ્વારા રેન્‍જ વડાના માર્ગદર્શનમાં પેટ્રોલિંગ, આયોજકો સાથે બ્રેઠક યોજી, રૂટ નિરીક્ષણ કરી કાયદો વ્‍યવસ્‍થાનું જડબેસલાક નિર્માણ કરવા અને કોઈ બેદરકારી કે ઢીલાશ ચલાવવામાં નહિ આવે તેવી સૂચના આપી છે . સૂત્રોના કથન મુજબ તાજેતરમાં પાટણમાં માથાભારે તત્‍વોના ડરથી પોલીસ ભાગી, અને તે ઘટનાથી મુખ્‍ય પોલી વડા ડો.રાવે ખૂબ નારાજી વ્‍યક્‍ત કરી, પોલીસે તાકીદે વધું ફોર્સ,  LCB, SOG સહિતનો આખી કાફલો તાત્‍કાલિક સ્‍થળ પર મોકલી અસમાજિક તત્‍વોને પોલીસ સામે જોવાની ખો ભૂલી જાય તેવી કાર્યવાહી કરવી જોઈએ તેમ જાણવો નારાજી વ્‍યક્‍ત કરી હતી. જોકે પાટણની ઘટનાની જાણ થતા જ મુખ્‍ય પોલિસવડા દ્વારા અપાયેલ આદેશ બાદ તમામ આરોપીઓની આગવો ઢબે સરભરા થયેલ તેમ સૂત્રો જણાવે છે.

(3:51 PM IST)