News of Thursday, 19th March 2026
ગુજરાતના તમામ વિધાનસભા વિસ્તાર માટે કુલ ૧૮૨ નવિન બસોનું ભૂપેન્દ્રભાઇ, હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરમાં લોકાર્પણ
ગુજરાત એસ.ટી.ની જનસેવા પ્રતિબદ્ધતાનું વધુ એક નવું સીમાચિホ: મંત્રી મંડળના મંત્રીઓ-ધારાસભ્યો-પદાધિકારીઓની ઉપસ્થિતિ જનપ્રતિનિધીઓએ પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી એસ.ટી. બસમાં વિધાનસભા સુધીની મુસાફરી કરી

અમદાવાદ, તા., ૧૯ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતળત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દિશાદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જનસેવા પ્રતિબદ્ધતામાં એક નવું સિમાચિホ ૧૮૨ નવિન બસોના લોકાર્પણથી ઉમેર્યુ છે.
આ હેતુસર રાજ્યના તમામ ૧૮૨ વિધાનસભા વિસ્તાર માટે એક એમ કુલ ૧૮૨ નવિન બસોને મુસાફરોની સેવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવાનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ આ સમારોહમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નવિન બસોના ડ્રાયવર્સને પ્રતિકરૂપે ચાવી અર્પણ કરી હતી. સામાન્ય માનવી માટે અવર-જવરના સરળ માધ્યમ એવું ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક ૮૦૦૦ થી વધુ બસોના કાફલાથી ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરીને ૨૭ લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પુરી પડે છે.
વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની એસ.ટી.બસોનું સંચાલન કરીને રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા માટેની પરિવહન સેવા-સુવિધાઓ આપે છે. રાજય સરકાર દ્વારા દર વર્ષે નવી એસ.ટી બસો ખરીદવા એસ.ટી નિગમને નાણાકીય સહાય અપાય છે. તે અંતર્ગત ૨૦૨૪-૨૫માં ૯૬૩ સુપર એક્સપ્રેસ, ૫૫૦ ગુર્જર નગરી, ૧૦૦ સ્લીપર બસ, ૩૫૦ મીડી બસ મળીને ૧૯૬૩ વાહનો પ્રજાજનોની સેવામાં મૂકાયા છે.
PPP ધોરણે અત્યાધુનિક ૨૦૦ નવીન વોલ્વો અને એ.સી. બસો સંચાલનમા મૂકવા પણ આયોજન હાથ ધરેલું છે. સમગ્રતયા ૧૯૬૩ નોન એ.સી તથા ૨૦૦ એ.સી. બસો વિવિધ તબક્કે પ્રજાની સેવામાં મૂકવામાં આવેલી છે. તેમાં હવે આ નવી કુલ ૬૨ કરોડની ૧૮૨ બસો સંચાલનમાં મૂકવા માટે લોકાર્પણ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવા, ટ્રાફિકનું ભારણ હળવું કરવા અને નાગરિકોમાં જાહેર પરિવહન પ્રત્યે જાગળતિ લાવવાના ઉમદા આશય સાથે આજે સવારે ગાંધીનગરમાં એક પ્રેરણારૂપ દ્રશ્ય જોવા મળ્યું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ મંત્રીમંડળના સભ્યઓ અને ધારાસભ્યઓએ પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી વ્યક્તિગત વાહનોને બદલે એસ.ટી. બસમાં વિધાનસભા સુધીની મુસાફરી કરી હતી. આ પહેલનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોને ખાનગી વાહનોના બદલે ગુજરાતની જીવાદોરી સમાન એસ.ટી. બસનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે.
આ તકે ભુપેન્દ્રભાઇ, હર્ષ સંઘવી અને મંત્રીઓએ આ બસ લોકાર્પણ વેળાએ લોકોનું અભિવાદન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. વાહન વ્યવહાર અગ્ર સચિવ હારિત શુક્લા, વાહન વ્યવહાર કમિશનર અને જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી. ડો. રાજેન્દ્ર કુમાર તથા એસ.ટી. નિગમના અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ નિમિષ ગણાત્રા-ગાંધીનગર)
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
