<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

જામનગર-ધ્રોલ-પડધરી-ખંભાળીયા-મોરબી વિસ્‍તારમાં મીની વાવાઝોડુઃ જામનગરમાં વૃક્ષો ધરાશાયીઃ રસ્‍તો બંધઃ રાજકોટમાં ભરબપોરે અંધારૂઃ ગાજવીજઃ નવા ૧પ૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્‍તારોમાં વરસાદ

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આગાહી મુજબ આજે કમોસમી વરસાદ સાથે મીની વાવાઝોડુ ફૂંકાઇ રહ્યું છે.

ખંભાળીયા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં વાદળછાંયા વાતાવરણ વચ્‍ચે મીની વાવાઝોડુ ફૂંકાતુ હોય તેમ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.

પડધરી

પડધરી આસપાસ પણ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.

રાજકોટ

રાજકોટના નવા રીંગ રોડ ઉપર એસઆરપી કેમ્‍પ આસપાસ વધર્મમાનનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટ

ધ્રોલ-જામનગર રાજકોટ હાઇવે ઉપર ‘અકિલા' ફાર્મ હાઉસ ખાતે જોરદાર પવન ફૂંકાઇ રહ્યો છે.

જામનગર

જામનગરમાં જોરદાર પવન સાથે હળવો વરસાદ શરૂ થયો છે. અને ૩ વૃક્ષો પડી ગયા છે જેથી રણજીતસાગર રોડ, હર્ષદ મીલની ચાલી, સાધના કોલોની વચ્‍ચે એક તરફનો રસ્‍તો બંધ થઇ ગયો છે.

મોરબી

મોરબીમાં તોફાની પવન સાથે ધુળની ડમરીઓ ઉડી છે. અને સામાન્‍ય છાંટા વરસી રહ્યા છે. (જયેશ ભટ્ટાસણા (ટંકારા) વિજય વસાણી (આટકોટ), કૌશલ સવજાણી (ખંભાળીય), સંજય ડાંગર (ધ્રોલ), મુકુંદ બદિયાણી (જામનગર),  

(4:23 PM IST)